(એચ,એસ.એલ),વોશિગ્ટન,તા.૨૧
યુએસમાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ બંને દેશો (ભારત-યુએસ) વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે ટોચના યુએસ ધારાસભ્યોને મળવાનું શરૂ કર્યું. આ વર્ષે ઓગસ્ટમાં યુએસમાં ભારતીય રાજદ્વારી તરીકેનું પદ સંભાળ્યા બાદ ક્વાત્રા બુધવારે જ્યોર્જિયાના સેનેટર જાન ઓસોફને તેમની ચેમ્બરમાં મળ્યા હતા. આ પહેલા તેઓ ન્યૂ હેમ્પશાયરના સેનેટર જીન શાહીનને મળ્યા હતા. તમને જણાવી દઈએ કે ૫ નવેમ્બરે યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લીકેશન પાર્ટીએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેશન અને સેનેટ બંનેમાં બહુમતી મેળવી હતી. નવી મુદત આવતા વર્ષે જાન્યુઆરીમાં શરૂ થશે, તે સમય સુધીમાં રિપબ્લીકેશન પાસે ગૃહમાં બહુમતી હશે અને ડેમોક્રેટ્સ સેનેટને નિયંત્રિત કરશે. બંને ચેમ્બર અમેરિકાની રાષ્ટÙીય સુરક્ષા અને વિદેશ નીતિને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ તેમની ચેમ્બરમાં જ્યોર્જિયા સેનેટર જાન ઓસોફને મળ્યા બાદ જણાવ્યું હતું કે, “હું તેમના ઉષ્માભર્યા સ્વાગત અને ભારત-યુએસ ભાગીદારીને મજબૂત કરવા તરફના તેમના સમર્થનની પ્રશંસા કરું છું.” આ પહેલા તેણે ન્યૂ હેમ્પશાયરના સેનેટરને મળવા અંગે સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી. આ મીટિંગ પર, તેમણે કહ્યું, “ભારત-યુએસ સંબંધોની મજબૂત પ્રગતિ પર તમારા સમય, વિચારો અને અર્થપૂર્ણ વાતચીત માટે સેનેટર જીન શાહીનનો આભાર. અમે અમારા બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા આતુર છીએ.”
ક્વાત્રા બંને પક્ષોના સાંસદોને મળી રહ્યા છે. તેને પણ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. એમપી રિચ મેકકોર્મિકને મળ્યા પછી, તેમણે કહ્યું, “એમપી રિચ મેકકોર્મિકને મળીને આનંદ થયો. હું ભારત-યુએસ વ્યૂહાત્મક અને સંરક્ષણ ભાગીદારીને વધુ ગાઢ બનાવવા તેમના સતત સમર્થન અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરું છું.” તેઓ સાંસદ ડેબોરાહ રોસ, એમી બેરા અને રો ખન્નાને પણ મળ્યા હતા. તેમણે સાંસદ એન્ડી બાર સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવાની રીતો પર પણ ચર્ચા કરી હતી.
ગયા અઠવાડિયે, ક્વાત્રા ભારતીય-અમેરિકન ધારાસભ્ય રાજા કૃષ્ણમૂર્તિને પણ મળ્યા હતા. આ બેઠક પર, તેમણે કહ્યું, “સાંસદ રાજા કૃષ્ણમૂર્તિનો તેમનો સમય ફાળવવા બદલ આભાર. યુએસ-ભારત દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા અને વ્યૂહાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.” આ બેઠક પર રાજા કૃષ્ણમૂર્તિએ પણ પ્રતિક્રિયા આપી હતી. “યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચે સહયોગ અને ભાગીદારીને મજબૂત કરવા પર ચર્ચા કરવા માટે આજે સવારે મારી ઓફિસમાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રાને મળીને આનંદ થયો,” તેમણે કહ્યું. આ ઉપરાંત તેઓ સાંસદ શ્રી થાણેદારને પણ મળ્યા હતા.