અમેરિકામાં ચાલુ વર્ષે નવેમ્બરમાં રાષ્ટિપતિ પદની ચૂંટણી યોજાવાની છે. જાકે તેના પહેલા દેશના બંને પ્રમુખ પક્ષો રિપબ્લિકન અને ડેમોક્રેટિક વચ્ચે રાષ્ટિપતિ પદ માટે સત્તાવાર ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયા ખૂબ જ ચર્ચામાં છે. અહેવાલ અનુસાર ભારતીય મૂળના નિક્કી હેલીએ ડિસ્ટ્રીક્ટ ઓફ કોલંબિયામાં આયોજિત રિપબ્લિકન પ્રાઈમરી ચૂંટણીમાં પૂર્વ રાષ્ટિપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પરાજિત કરી દીધા છે.
રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટિપતિ પદની ઉમેદવારીમાં હવે ફક્ત નિક્કી અને ડોનાલ્ડ ટ્રમ્પ જ બાકી રહી ગયા છે. એવામાં ટ્રમ્પને હરાવી દેવા એ નિક્કી માટે મોટો વિજય મનાઈ રહ્યો છે. આ દરમિયાન નિક્કીને ૬૨.૯ ટકા જાકે ટ્રમ્પને તેમનાથી લગભગ અડધાં ૩૩.૨ ટકા વોટ જ મળ્યાં હતાં. નિક્કીએ અમેરિકી ઈતિહાસમાં રિપબ્લિકન પ્રાઈમરી જીતીને પ્રથમ મહિલા બની રેકોર્ડ સર્જી દીધો છે.
અગાઉ ટ્રમ્પ તમામ ૮ પ્રાયમરી ચૂંટણી જીતી ગયા હતા. ઓપિનિયન પોલ અનુસાર તે આગળની તમામ પ્રાઈમરી ચૂંટણી પણ જીતી શકે છે. આ પરાજય છતાં ટ્રમ્પ અમેરિકી રાષ્ટÙપતિ પદ માટે રિપબ્લિકન વતી ઉમેદવાર બનવા સૌથી મજબૂત દાવેદાર છે. મંગળવારે ૧૬ રાજ્યોમાં હવે પ્રાઈમરી ચૂંટણી યોજાશે અને તેમાં નિક્કી અને ટ્રમ્પ વચ્ચે મજબૂત ટક્કર