અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસની સુનાવણી કરતા કહ્યું છે કે કોઈ પણ ભારતીય મહિલા તેના પતિને શેર કરવાનું સ્વીકારી શકે નહીં, જા તેને ખબર પડે કે તેનો પતિ પરિણીત છે, અથવા બીજા લગ્નની તૈયારી કરી રહ્યો છે, તો પછી તેણીની પાસે વધુ કોઈ સમજદારીની અપેક્ષા રાખવી યોગી નથી.
આ અવલોકન જસ્ટિસ રાહુલ ચતુર્વેદીની બેન્ચે નીચલી કોર્ટના આદેશને યથાવત રાખતા કર્યું હતું અને અરજદાર પતિ સુશીલ કુમાર માટે કહ્યું હતું કે તે આઇપીસીની કલમ ૩૦૬ હેઠળ ગુનો હોવાનું જણાય છે. વાસ્તવમાં, વારાણસીના મદુઆડીહ પોલીસ સ્ટેશનમાં પત્નીની આત્મહત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં તેના પતિ પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો.
આ કેસની સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે અરજદાર સુશીલ કુમાર અને અન્ય ૬ લોકોની અરજીને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે કહ્યું છે કે ભારતીય પત્નીઓ તેમના પતિઓ પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય છે અને એક મહિલા માટે એ જાણવું એક મોટો ફટકો છે કે તેનો પતિ શેર થઈ રહ્યો છે અથવા બીજા લગ્ન કરવા જઈ રહ્યો છે.
અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે આ કારણ આત્મહત્યા કરવા માટે પૂરતું છે. પતિ પહેલેથી જ પરિણીત છે, જેને બે બાળકો પણ છે અને છૂટાછેડા લીધા વિના ત્રીજી વખત લગ્ન કર્યા હોવાનો આક્ષેપ પત્નીએ આત્મહત્યા કરી હતી. જે બાદ તેણી પર મારપીટ અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
આ કેસમાં જ્યારે એડિશનલ સેશન્સ કોર્ટે અરજદારની અરજી ફગાવી દીધી, ત્યારે તેણે અલ્હાબાદ હાઈકોર્ટનો સંપર્ક કર્યો. કોર્ટે સુનાવણી કરતા કહ્યું કે આરોપીઓ સામે કાર્યવાહી કરવા માટે પૂરતી સામગ્રી છે. કોર્ટે કહ્યું છે કે જા પતિએ ૨૦૧૮માં જ ત્રીજી વખત લગ્ન કર્યા છે, તો આ પત્નીની આત્મહત્યાનું મુખ્ય કારણ છે.