ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ હોવા છતાં, વિદેશી રોકાણકારો ભારતીય બજારોમાં વિશ્વાસ રાખે છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરીના ડેટા અનુસાર, આ અઠવાડિયે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ભારતીય ઇક્વીટી બજારોમાં મજબૂત રોકાણ કર્યું છે. ૧૩ મે થી ૧૬ મે દરમિયાન, ભારતીય બજારોમાં ૪,૪૫૨.૩ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું.
આ અઠવાડિયા દરમિયાન શુક્રવારે મહત્તમ રોકાણ કરવામાં આવ્યું છે. આ દિવસે, એફપીઆઇએ સ્થાનિક બજારોમાં રૂ. ૫,૭૪૬ કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું. જાકે, આખા અઠવાડિયા દરમિયાન પરિસ્થિતિ એકસરખી નહોતી. મંગળવારે બજારમાં રૂ. ૨,૩૮૮ કરોડની વેચવાલી જાવા મળી. આ રોકાણકારોમાં જાવા મળતી અનિશ્ચિતતા અથવા નફા બુકિંગને કારણે હતું.
આ સપ્તાહની ખરીદી સાથે, મે મહિનામાં અત્યાર સુધીમાં ભારતીય ઇક્વીટીમાં કુલ એફપીઆઇ રોકાણ રૂ. ૧૮,૬૨૦ કરોડ પર પહોંચી ગયું છે. આ આંકડો રોકાણકારોમાં વિશ્વાસમાં મજબૂત સુધારો દર્શાવે છે. આ શક્ય બન્યું છે કારણ કે વૈશ્ચિક સ્તરે અનુકૂળ સંકેતો અને સ્થાનિક મોરચે સ્થિર વૃદ્ધિની સંભાવનાઓ છે.
જાકે, મે મહિનામાં સકારાત્મક વલણ હોવા છતાં, એફપીઆઇ હજુ પણ ૨૦૨૫ માં બજારમાંથી નાણાં પાછા ખેંચી રહ્યા છે. વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં ભારતીય બજારમાંથી કુલ ૯૩,૭૩૧ કરોડ રૂપિયા બહાર નીકળી ગયા છે. આનું સૌથી મોટું કારણ વર્ષના પહેલા ત્રણ મહિના, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં ભારે વેચાણ છે. તે સમયે, વિશ્વભરમાં આર્થિક અનિશ્ચિતતા અને યુએસમાં વધતા બોન્ડ વ્યાજ દરોએ રોકાણકારોનો વિશ્વાસ નબળો પાડ્યો હતો.
આ પછી, એપ્રિલમાં એફપીઆઇએ ભારતીય ઇક્વીટીમાં રૂ. ૪,૨૨૩ કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું. અહીંથી ભારતીય બજાર પ્રત્યે વિદેશી રોકાણકારોનો રસ બદલાયો. અગાઉના મહિનામાં, એનએસડીએલના ડેટા દર્શાવે છે કે એફપીઆઇએ માર્ચમાં રૂ. ૩,૯૭૩ કરોડના શેર વેચ્યા હતા. તેમણે જાન્યુઆરીમાં રૂ. ૭૮,૦૨૭ કરોડ અને ફેબ્રુઆરીમાં રૂ. ૩૪,૫૭૪ કરોડના ઇક્વીટી વેચ્યા હતા. ભૂતકાળમાં સતત વેચાણ બાદ, એફપીઆઇ એ એપ્રિલમાં ખરીદી કરી. મે મહિનામાં પણ તેઓ અત્યાર સુધી ચોખ્ખા ખરીદદારો રહ્યા છે. આ ફેરફાર ભારતીય અર્થતંત્રમાં રોકાણકારોના વિશ્વાસની વાપસી દર્શાવે છે.
ગયા સપ્તાહે શેરબજારમાં તેજી રહી હતી. નિફ્ટીમાં ૪.૨ ટકાનો વધારો જાવા મળ્યો, જ્યારે સેન્સેક્સ ૨૮૭૫ પોઈન્ટના વધારા સાથે બંધ થયો. બધા મુખ્ય ક્ષેત્રો (ક્ષેત્રીય સૂચકાંકો) માં સારો ઉછાળો જાવા મળ્યો, પરંતુ સંરક્ષણ, રિયલ એસ્ટેટ અને મૂડી બજાર ક્ષેત્રો મોખરે રહ્યા. સંરક્ષણ ક્ષેત્રમાં ૧૭ ટકાનો વધારો થયો, મૂડી બજારમાં ૧૧.૫૦ ટકાનો અને રિયલ એસ્ટેટમાં ૧૦.૮૫ ટકાનો વધારો જાવા મળ્યો.