ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ માટે પાકિસ્તાન નહીં જાય,વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું
બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ રાજકીય સંબંધોને કારણે ભારતે ૨૦૦૮થી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી.
(એચ.એસ.એલ),નવીદિલ્હી,તા.૨૯
ભારતીય વિદેશ મંત્રાલયે પણ હવે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ માટે પાકિસ્તાન નહીં જાય. વિદેશ મંત્રાલયે તેની સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં આવતા વર્ષે ચેÂમ્પયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જનારી ભારતીય ક્રિકેટ ટીમ અંગે બીસીસીઆઇના વલણને પુનરોચ્ચાર કર્યો.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, બીસીસીઆઇએ એક નિવેદન બહાર પાડ્યું છે. તેણે કહ્યું છે કે ત્યાં સુરક્ષાની ચિંતા છે અને તેથી ટીમ ત્યાં જાય તેવી શક્યતા નથી. પાકિસ્તાન દ્વારા આયોજિત થનારી બહુપ્રતિક્ષિત ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ પર અનિશ્ચિતતાના વાદળો છે.આઇસીસીએ ૨૯ નવેમ્બરે સભ્ય દેશોની બેઠક બોલાવી છે. આ દિવસે ટુર્નામેન્ટનું ભાવિ નક્કી થશે.
બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ રાજકીય સંબંધોને કારણે ભારતે ૨૦૦૮થી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. છેલ્લી વખત એશિયા કપ માટે ભારતે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. બંને કટ્ટર હરીફોએ છેલ્લે ૨૦૧૨-૧૩માં દ્વિપક્ષીય શ્રેણી રમી હતી જેમાં મર્યાદિત ઓવરોની મેચો રમાઈ હતી. ત્યારથી, ભારત અને પાકિસ્તાન મુખ્યત્વે માત્ર આઇસીસી ટૂર્નામેન્ટ્સ અથવા એશિયા કપમાં એકબીજાનો સામનો કરે છે.
શુક્રવારે આઈસીસીની બેઠક પણ યોજાઈ હતી.રિપોર્ટ્સ અનુસાર, ૧૨ પૂર્ણ સભ્ય દેશોના પ્રતિનિધિઓ, ત્રણ સહયોગી દેશોના, એક સ્વતંત્ર નિર્દેશક ઉપરાંત આઇસીસી અધ્યક્ષ અને સીઇઓએ તેમાં ભાગ લીધો હતો. પાકિસ્તાનમાં ચાલી રહેલી ચેમ્પિયન્સ ટ્રોફી પર બીસીસીઆઇના ઉપાધ્યક્ષ અને કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાનું નિવેદન પણ આવ્યું છે. તેમણે કહ્યું, ‘અમારી ચર્ચાઓ ચાલુ છે. સ્થિતિ જાઈને નિર્ણય લેવામાં આવશે. અમારી ટોચની પ્રાથમિકતા ખેલાડીઓની સુરક્ષા છે. હાઇબ્રિડ મોડ પણ એક વિકલ્પ છે. જા કે, પાકિસ્તાન ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલમાં યોજવા તૈયાર નથી. ગત વર્ષે એશિયા કપ પણ આવી જ રીતે રમાયો હતો. ભારતની મેચો તટસ્થ દેશમાં રમાઈ હતી, જ્યારે બાકીની મેચો પાકિસ્તાનમાં રમાઈ હતી. જા કોઈ સમજૂતી નહીં થાય તો આઇસીસી પીસીબી પાસેથી હોÂસ્ટંગના અધિકારો પણ છીનવી શકે છે. આવી સ્થિતિમાં દરેકને ઘણું નુકસાન થશે. રિપોર્ટ્સ અનુસાર, આઇસીસીની બેઠકમાં કોઈ સહમતિ સધાઈ ન હતી અને હવે આઇસીસી શનિવારે પણ બેઠક કરશે.
બેઠક પહેલા પીસીબીના અધ્યક્ષ મોહસિન નકવીએ કહ્યું, ‘એવું શક્ય નથી કે પાકિસ્તાન દરેક ટૂર્નામેન્ટમાં રમવા માટે દર વખતે ભારત જાય અને ભારતીય અધિકારીઓ તેમની ટીમને પાકિસ્તાનમાં રમવા માટે મોકલવાનો ઇનકાર કરે.’ આપણે અહીં આવી અસમાન પરિસ્થિતિ ન હોઈ શકે. તેમણે કહ્યું, ‘હું માત્ર એટલું જ આશ્વાસન આપી શકું છું કે બેઠકમાં જે પણ થશે, અમે સારા સમાચાર અને નિર્ણયો લઈને આવીશું જેને અમારા લોકો સ્વીકારશે.’ નકવીએ આશા વ્યક્ત કરી કે ૫ ડિસેમ્બરે આઇસીસીના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળનાર જય શાહ વિશ્વ ક્રિકેટ અને તમામ સભ્ય બોર્ડના હિતમાં નિર્ણય લેશે. તેણે કહ્યું, ‘જય શાહ ડિસેમ્બરમાં કાર્યભાર સંભાળશે અને મને ખાતરી છે કે એક વખત તે બીસીસીઆઇમાંથી આઇસીસીમાં જશે, તે આઇસીસીના ફાયદા વિશે વિચારશે અને તેણે તે જ કરવું જાઈએ.’
તેમણે કહ્યું કે, ‘જ્યારે પણ કોઈ વ્યÂક્ત આવી ભૂમિકા ભજવે છે, ત્યારે તેણે માત્ર તે સંસ્થાના હિતોનો વિચાર કરવો જાઈએ.’ એવા અહેવાલો હતા કે પાકિસ્તાનને હાઇબ્રિડ મોડલ સ્વીકારવા માટે વધારાના નાણાકીય પ્રોત્સાહનોની ઓફર કરવામાં આવી હતી, પરંતુ નકવી મક્કમ રહ્યા હતા. નકવીએ કહ્યું કે આવા તમામ નિર્ણયો અને આઈસીસીની બેઠકના પરિણામની જાણકારી પાકિસ્તાન સરકારને આપવામાં આવશે, જે અંતિમ નિર્ણય લેશે. આ દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાએ કહ્યું કે ચેÂમ્પયન્સ ટ્રોફીનું આયોજન ભારત વિના થઈ શકે નહીં. તેમણે સુરક્ષા અને રાજકીય તણાવને કારણે રાષ્ટ્રીય ક્રિકેટ ટીમને પાકિસ્તાન નહીં મોકલવાના ભારત સરકારના નિર્ણયનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું- ભારતનો પાકિસ્તાન પ્રવાસ બીસીસીઆઇ દ્વારા નહીં પરંતુ ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. જા તેણે પાકિસ્તાન ન જવાનો નિર્ણય કર્યો છે તો તે સંપૂર્ણ રીતે યોગ્ય છે. જ્યાં પણ તે (ચેમ્પિયન્સ ટ્રોફી) રમાય છે, તે ભારત વિના થઈ શકે નહીં. સત્ય એ છે કે આઈસીસી ટૂર્નામેન્ટ્સ ભારત વિના થઈ શકે નહીં. અમે જાણીશું કે તે ક્યાં રમાશે અને ભારત સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણય એકદમ યોગ્ય છે.