નીતિશ કુમાર રેડ્ડી અને શાર્દુલ ઠાકુર ઈન્ડીયા-એ અને ઈંગ્લેન્ડ લાયન્સ વચ્ચે બીજી બિનસત્તાવાર ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઈન્ડીયા-એના બેટ્‌સમેનોએ પ્રથમ ઇનિંગમાં ૩૪૮ રન બનાવ્યા. આ પછી, ઈંગ્લેન્ડ લાયન્સે બીજા દિવસે ૪૬ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ૧૯૨ રન બનાવ્યા છે. ખરાબ પ્રકાશને કારણે રમત વહેલી બંધ કરવી પડી. ભારતીય ટીમના બોલરો મેચમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યા અને સારું પ્રદર્શન કરી શક્યા નહીં. ભારતીય સિનિયર ટીમમાં સામેલ ફાસ્ટ બોલરોનું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું. આમાં શાર્દુલ ઠાકુર અને નીતિશ કુમાર રેડ્ડીનું નામ શામેલ છે.
શાર્દુલ ઠાકુર સંપૂર્ણપણે લયથી બહાર દેખાતા હતા. તેમણે પોતાની ૬ ઓવરમાં ૨૨ રન આપ્યા. બીજી તરફ, નીતિશ રેડ્ડીએ ૬ ઓવર ફેંકી અને ૨૫ રન આપ્યા. બંને બોલરો વિકેટ લેવામાં સફળ થઈ શક્યા નહીં. પીચ પરથી ઘણી સ્વિગ હતી પરંતુ બંને તેનો ફાયદો ઉઠાવી શક્યા નહીં. બંને બેટથી પણ સારું પ્રદર્શન કરી શક્યા નહીં. શાર્દુલે ૧૯ રન બનાવ્યા અને નીતિશે ૩૪ રન બનાવ્યા. આ બંને ઓલરાઉન્ડર ભારતીય સિનિયર ટીમના પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવવાના દાવેદાર પણ છે. પરંતુ તેમના નબળા પ્રદર્શનથી ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન શુભમન ગિલની ચિંતા વધી હશે. આ ઉપરાંત, ખલીલ અહેમદ અને તુષાર દેશપાંડે પણ પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહ્યા.
ક્રિસ જાર્ડન હાલમાં ૩૧ રન બનાવીને ઈંગ્લેન્ડ લાયન્સ તરફથી રમી રહ્યો છે. જેમ્સ ર્યુ તેને ટેકો આપવા માટે ક્રીઝ પર હાજર છે, પરંતુ તેનું ખાતું હજુ ખુલ્યું નથી. નબળા પ્રકાશને કારણે, બીજા દિવસે છેલ્લા સત્રમાં ફક્ત ૧૩ ઓવર જ ફેંકાઈ શક્યા. ઈંગ્લેન્ડ લાયન્સ હજુ ૧૫૬ રન પાછળ છે. એમિલિયો ગેએ ૧૧૭ બોલમાં સાત ચોગ્ગાની મદદથી ટીમ માટે ૭૧ રન બનાવ્યા હતા. દિવસની છેલ્લી ઓવરમાં તનુષ કોટિયન દ્વારા તેને આઉટ કરવામાં આવ્યો હતો. બેન મેકકિનીએ ૧૨ રન બનાવ્યા હતા. તેની વિકેટ અંશુલ કંબોજે લીધી હતી. ટોમ હેન્સે ૮૮ બોલમાં નવ ચોગ્ગાની મદદથી ૫૪ રન બનાવ્યા હતા. હવે ત્રીજા દિવસે ભારતીય બોલરોએ જારદાર બોલિંગ કરવી પડશે. જેથી તેમની ઈંગ્લેન્ડ લાયન્સ ઇનિંગ્સ ઝડપથી સમેટી શકાય.
અગાઉ, કેએલ રાહુલે ઈન્ડીયા-એ માટે મજબૂત સદી ફટકારી હતી. તેણે ૧૧૬ રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય ધ્રુવ જુરેલે અડધી સદી ફટકારી હતી અને ૫૨ રન બનાવ્યા હતા. તેના સિવાય કરુણ નાયરે ૪૦ રન બનાવ્યા હતા. આ ત્રણ સિવાય બેટ્‌સમેન કંઈ ખાસ કરી શક્યા ન હતા. જેના કારણે આખી ટીમ ફક્ત ૩૪૮ રન જ બનાવી શકી હતી.