ટી ૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ પહેલા જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ ટીમ ઈન્ડીયા માટે મુખ્ય કોચની શોધ શરૂ કરી દીધી હતી. કારણ કે આ
ટૂર્નામેન્ટ બાદ રાહુલ દ્રવિડનો મુખ્ય કોચ તરીકેનો કાર્યકાળ પૂરો થવાનો હતો.
હવે ટીમ ઈન્ડયાને મુખ્ય કોચ મળ્યો છે, જેની જાહેરાત બીસીસીઆઇ દ્વારા કરવામાં આવી હતી. આ સાથે જ ત્રણેય સપોર્ટ સ્ટાફ એટલે કે બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિગ કોચનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે. આવી સ્થિતિમાં બીસીસીઆઇ ટૂંક સમયમાં આ પદ માટે પણ શોધ શરૂ કરી શકે છે. મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે અને હવે તેણે આ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેના સ્થાને ગૌતમ ગંભીરની મુખ્ય કોચ તરીકે પસંદગી કરવામાં આવી છે. ગૌતમ ગંભીર હવે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ હશે. બીસીસીઆઇએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આ માહિતી આપી છે.
રાહુલ દ્રવિડની સાથે ત્રણેય સપોર્ટ સ્ટાફનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે. અહેવાલ મુજબ, ટી દિલીપ ફિલ્ડિગ કોચ તરીકે ચાલુ રહી શકે છે. આ જ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગૌતમ ગંભીરે અભિષેક નાયરને ટીમ ઈન્ડીયાના બેટિંગ કોચ અને વિનય કુમારને બોલિંગ કોચ બનાવવાની માંગ કરી છે.
અભિષેક નાયર ભૂતપૂર્વ ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. તેણે ભારત માટે ત્રણ વનડે મેચ રમી છે. આ સિવાય તેણે ૬૦ આઈપીએલ મેચ રમી છે. તેમને કોલકાતા નાઈટ રાઈડર્સના સહાયક કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને હવે તેમને ટ્રિનબેગો નાઈટ રાઈડર્સના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
વિનય કુમાર ભૂતપૂર્વ ભારતીય આંતરરાષ્ટÙીય ખેલાડી પણ છે. તેણે ભારત માટે ૪૧ આંતરરાષ્ટ્રીય અને ૧૦૫ આઈપીએલ મેચ રમી છે. વિનય કુમાર યુએઈ ક્રિકેટ લીગની આઇપીએલ ૨૦માં એમઆઇ અમીરાતના બોલિંગ કોચ છે. આ સાથે, તે આઇપીએલ ફ્રેન્ચાઇઝી મુંબઈ ઈન્ડીયન્સના ટેલેન્ટ સ્કાઉટનો પણ એક ભાગ છે.