ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ઉપપ્રમુખ રાજીવ શુક્લા જુલાઈમાં બોર્ડના કાર્યકારી પ્રમુખ બની શકે છે.સુત્રોએ આ માહિતી આપી છે. વાસ્તવમાં, વર્તમાન બીસીસીઆઇ પ્રમુખ રોજર બિન્ની ૧૯ જુલાઈએ ૭૦ વર્ષના થશે. નિયમો મુજબ, બીસીસીઆઇ પ્રમુખની ઉંમર ૭૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ. ૬૫ વર્ષીય શુક્લાને ત્રણ મહિના માટે કાર્યકારી પ્રમુખની ભૂમિકા મળી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે રાજીવ શુક્લા સપ્ટેમ્બરમાં વાર્ષિક સામાન્ય સભા દરમિયાન બોર્ડના પૂર્ણ-સમય પ્રમુખ પદ માટે ચૂંટણી લડી શકે છે. ટ્રેન્ડીંગ વીડિયો થોભો મૌન બાકી સમય -૧૦ઃ૦૩ બંધ કરો ખેલાડી રોજર બિન્ની ઓક્ટોબર ૨૦૨૨ માં ના ૩૬મા પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેમણે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીનું સ્થાન લીધું હતું. ગાંગુલીએ પોતાનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. તે સમયે બિન્ની ટોચના પદ માટે નામાંકન દાખલ કરનારા એકમાત્ર ઉમેદવાર હતા.
બિન્ની બીસીસીઆઇ પ્રમુખ બન્યા પછી, ભારતે બે મર્યાદિત ઓવર ફોર્મેટ આઇસીસી ટુર્નામેન્ટ જીતી. ભારતે આઇસીસી ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ અને આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ જીતી. ઐતિહાસિક મહિલા પ્રીમિયર લીગ પણ બિન્નીના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂ થઈ. પ્રમુખ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ઘરેલુ ક્રિકેટને વધુ સારું પ્રોત્સાહન મળ્યું. ખેલાડીઓના પગારમાં વધારો થયો અને ટીમ ઇન્ડિયાના વરિષ્ઠ ખેલાડીઓને ઘરેલુ ટુર્નામેન્ટમાં રમવા માટે યોગ્ય અને કડક પગલાં લેવામાં આવ્યા.
૧૯૮૩ વર્લ્ડ કપ વિજેતા ટીમના મુખ્ય ખેલાડી રહેલા ઓલરાઉન્ડર બિન્નીએ ૨૭ ટેસ્ટ મેચ અને ૭૨ વનડે માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમણે ટેસ્ટ મેચોમાં ૪૭ વિકેટ લીધી અને પાંચ અડધી સદીની મદદથી ૮૩૦ રન બનાવ્યા. ૭૨ વનડે મેચમાં તેમણે ૭૭ વિકેટ લીધી અને એક અડધી સદીની મદદથી ૬૨૯ રન બનાવ્યા. તેમણે ભારતને પ્રથમ વનડે વર્લ્ડ કપ (૧૯૮૩) જીતવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ૧૯૮૩ના વર્લ્ડ કપમાં તેઓ ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારા બોલર હતા, તેમણે ૧૮ વિકેટ લીધી હતી. બિન્ની અગાઉ બીસીસીઆઈ પસંદગી સમિતિના સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે.








































