ભારતીય કિસાન સંઘ કુંકાવાવના પ્રમુખ વિનુભાઇ રાદડીયા, તાલુકા કિસાન સંઘ મંત્રી કિશોરભાઇ ગેવરીયા, અશોકભાઇ હિરાણી સહિતના આગેવાનો દ્વારા ખેડૂતોની માંગણીઓને લઇ વડિયા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોને નુકસાનીનું વળતર, દિનકર યોજના હેઠળ ખેડૂતોને દિવસે વીજળી, ખેતીમાં થ્રી ફેઇઝનો પુરવઠો ૧૦ કલાક કરવામાં આવે, ખેતીવાડીના વીજ ફોલ્ટ તાત્કાલિક રીપેર કરી આપવા તથા પીજીવીસીએલમાં સ્ટાફનો વધારો કરી આપવા સહિતની માંગણીઓ કરવામાં આવી હતી. આવેદન પાઠવવામાં ધર્મેન્દ્રભાઇ પાનસુરીયા, દિલીપભાઇ શિંગાળા, મનસુખભાઇ પાઘડાળ, ચંદુભાઇ સોરઠીયા, વસંતભાઇ સાવલીયા સહિતના આગેવાનો જોડાયા હતા.