ભારતીય કિસાન સંઘ દ્વારા અમરેલી જિલ્લાના ખાંભા શહેરમાં દેવા માફી અને યોગ્ય વળતરની માંગ સાથે અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જતાં ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી. ખાંભામાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને રોકકળ કરતા વિરોધ પ્રદર્શન કર્યું હતું. સરકાર પર દબાણ લાવવા કિસાન સંઘ મેદાનમાં ઉતર્યો છે. આ વિરોધ પ્રદર્શન બાદ ખાંભા સરપંચ એસોસિએશન દ્વારા પણ મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.







































