(એચ.એસ.એલ),સિલિકોનવેલી,તા.૨૫
કેનેડા અને બાંગ્લાદેશમાં હિન્દુઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ક્યારેક મંદિરોને તો ક્યારેક તેમના ઘરોને નુકસાન થઈ રહ્યું છે. દરમિયાન સિલિકોન વેલીમાં ભારતીય અમેરિકનોએ હિંદુઓ પ્રત્યે તેમની એકતા દર્શાવવા રેલી કાઢી હતી.મિલ્પીટાસ સિટી હોલમાં ભારતીય અમેરિકનોના વિશાળ સભાને સંબોધતા, અગ્રણી સમુદાયના નેતાઓએ હિન્દુ લઘુમતીઓ પરના હુમલાઓ વિશે વાત કરી. યુએસ નેતાઓને માનવાધિકારના ઉલ્લંઘનની નિંદા કરવા અને કેનેડા અને બાંગ્લાદેશની સરકારોને તેમની હિંદુ લઘુમતી વસ્તીના રક્ષણ માટે જવાબદાર ઠેરવવા વિનંતી કરી.ખાડી વિસ્તાર બે લાખથી વધુ ભારતીય અમેરિકનોનું ઘર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રેલીમાં ભાગ લેનારા લોકોએ બ્રેમ્પટનના હિન્દુ સભા મંદિરમાં ભક્તો પર થયેલા હુમલાની યોગ્ય તપાસ ન થવા પર નિરાશા વ્યક્ત કરી હતી.રેલીમાં લોકોએ ખાલિસ્તાની આતંકવાદ બંધ કરો, કેનેડિયન-હિંદુઓને બચાવો, ઇસ્લામિક આતંકવાદ બંધ કરો, બાંગ્લાદેશી-હિંદુઓને બચાવો જેવા નારા લગાવ્યા હતા. તેમણે કહ્યું, ‘અમે ખાલિસ્તાની સમર્થકોના મંદિર પરિસરમાં ઘૂસીને પુરુષો, મહિલાઓ અને બાળકોને માર મારતા વીડિયો જાયા છે. દિવાળીની ઉજવણી કરવા ગયેલા હિંદુઓનો પીછો કરવામાં આવી રહ્યો છે તે જાવું ભયાનક છે.તેમણે કહ્યું, ‘અમે જાયું કે પોલીસ પહેલેથી જ ખાલિસ્તાન સમર્થકો સાથે મળીને હિંદુ શ્રદ્ધાળુઓને મારતી હતી. કેનેડામાં, હિંસાથી મુક્તને અભિવ્યક્તની સ્વતંત્રતા તરીકે બનાવવામાં આવી રહી છે. કેનેડિયન હિંદુઓના મૂળભૂત માનવ અધિકારોનું રક્ષણ કરવા માટે અમે ટડો સરકારમાંથી વિશ્વાસ ગુમાવી દીધો છે.’અમેરિકન્સ ફોર હિંદુ’ના ડો. રમેશ જાપરાએ કેનેડામાં હિંદુઓ અને બાંગ્લાદેશમાં કટ્ટરપંથી જૂથો પર ખાલિસ્તાનીઓ દ્વારા કરવામાં આવી રહેલા હુમલાઓની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે આપણે એક વિશ્વ, એક પરિવાર, એક ભવિષ્ય છીએ.ઉત્તર અમેરિકામાં હિંદુઓના ગઠબંધનની પુષ્પતા પ્રસાદે કેનેડામાં તેમની ટીમને શીખ ફોર જસ્ટસ દ્વારા નિશાન બનાવવામાં આવી રહી છે તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી.