દરેક વસ્તુના ફયદા અને ગેરફયદા બંને છે . ઇન્ટરનેટનું પણ એવું જ છે . ઘણા નિષ્ણાતો ઓછામાં ઓછો મોબાઈલ વાપરવાની સલાહ આપી રહ્યા છે , પણ લોકો ક્યાં સાંભળે . ભારતના લોકો આ સમયે સ્માર્ટફેન પર સૌથી વધુ સમય વિતાવી રહ્યા છે . એક રિપોર્ટમાંથી આ માહિતી મળી છે . ભારતીય મોબાઈલ યૂઝર્સમાં ગેમિંગ એપ્સ સૌથી વધુ લોકપ્રિય છે .
મોબાઇલ એપ એનાલિસ્ટ કંપની એપ એનીના રિપોર્ટ અનુસાર ૫ . ૫ કલાક સાથે ઈન્ડોનેશિયા પહેલા નંબરે , ૫ . ૪ કલાક સાથે બ્રાઝિલ બીજો નંબરે , ૫ કલાક સાથે દક્ષિણ કોરિયા , ૪ . ૮ કલાક સાથે ભારત ચોથા ક્રમે અને ૪ . ૮ કલાક સાથે મેકિસ્કો નંબર પર છે . પાંચ . ભારતીય યૂઝર્સ દરરોજના ૨૪ કલાકમાંથી ૪ . ૮ કલાક મોબાઈલ પર વિતાવે છે . ગયા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં આ સમય ૪ કલાકનો હતો . આમાં મોટાભાગના વપરાશકર્તાઓ ગેમિંગ છે . આ સિવાય ક્નિટેક અને ક્રિપ્ટો એપ્સ પણ ભારતમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે .
એપ એનીએ ૨૦૨૧ના ત્રીજો ક્વાર્ટરનો રિપોર્ટ જોહેર કર્યો છે . કુલ એપ્સના ડાઉનલોડમાં પણ ૨૮ ટકાનો વધારો થયો છે  ત્યારબાદ કુલ ડાઉનલોડ થયેલી એપ્સની સંખ્યા ૨૪ અબજ સુધી પહોંચી ગઈ છે . રિપોર્ટ અનુસાર મોબાઈલ ગેમિંગના મામલે ભારત વિશ્વનું સૌથી મોટું માર્કેટ છે .
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં દર પાંચમી મોબાઈલ ગેમ એપ ડાઉનલોડ થાય છે . કાલ્પનિક મોબાઇલ ગેમ એપ્લિકેશન્સની લોકપ્રિયતા હોવા છતાં , લુડો કિંગ ૨૦૨૧ ના ?? બીજો ભાગમાં ડાઉનલોડની દૃષ્ટિએ યાદીમાં ટોચ પર છે . ડોમેસ્ટિક ગેમિંગ એપ્સને માત્ર ૭ . ૬ ટકા ડાઉનલોડ્‌સ મળ્યા છે .ભારતીય યૂઝર્સ ગયા વર્ષની સરખામણીમાં ૫ . ૪ ગણા વધુ ક્નિટેક એપ્સનો ઉપયોગ કરી રહ્યા છે . તહેવારોની સિઝનમાં ડિજિટલ પેમેન્ટ એપ્સના ઉપયોગમાં મોટો વધારો જોવા મળ્યો છે .