ભારતમાં કોરોના મહામારીનો પ્રકોપ હજુ પણ યથાવત છે. અલગ-અલગ રાજ્યોમાં રોજ ૭ હજોરથી વધુ નવા કોરોના દર્દી મળી રહ્યા છે, વળી, હજોરો ઠીક પણ થઈ રહ્યા છે. આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં ૯૪૧૯ નવા કેસ સામે આવ્યા જ્યારે ૮૨૫૧ રિકવર થયા અને ૧૫૯ના મોત થયા. આ ઉપરાંત કોરોના સંક્રમણના કુલ કેસોની સંખ્યા ૩૪,૬૬૬,૨૪૧ જઈ પહોંચી છે.
આરોગ્ય મંત્રાલય તરફથી મળેલી માહિતી મુજબ હાલમાં દેશભરમાં કોરોનાના ૯૪,૭૪૨ સક્રિય દર્દી છે. વિશેષજ્ઞોનુ કહેવુ છે કે આ દેશ માટે રાહતની વાત છે કે હવે કોરોના વાયરસના સંક્રમણના સક્રિય દર્દીઓની સંખ્યા ૧ લાખથી ઓછી છે. થોડા દિવસ પહેલા તે ૧ લાખથી વધુ હતી. વળી, દેશનો કોવિડ રિકવરી રેટ હવે ૯૮.૩૬ ટકા છે. અત્યાર સુધી કુલ ૩,૪૦,૯૭,૩૮૮ લોકો રિકવર થઈ ચૂક્યા છે. વળી, રોજ મળતા નવા કેસનો જોઈએ તો તે અત્યારે ૯ હજોરના ગ્રાફથી ઉપર છે.
કેરળ રાજ્યમાં સૌથી વધુ દર્દીઓ સામે આવી રહ્યા છે. આ એ જ રાજ્ય છે જ્યાં કોરોનાનો પહેલો દર્દી મળ્યો હતો. લગભગ ૨ વર્ષ બાદ પણ કેરળ કોરોનાની સર્વાધિક માર સહન કરી રહ્યુ છે. આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ કાલે કેરળ રાજ્યમાંથી કોરોનાના ૮૮૭ નવા કેસ નોંધવામાં આવ્યા. આ ઉપરાંત ૧૧૨ મોત થયા. અત્યાર સુધી અહીં ૪૨,૦૧૪ મોત થઈ ચૂક્યા છે