કોરોના વાયરસથી પરેશાન છીએ ત્યાં બીજો તેના જેવો જ નોરો વાયરસ આવી ગયો છે. તેના લક્ષણ અને ઉપાય જોણી લેવા ખુબ આવશ્યક છે.નોરોવાયરસથી સંક્રમિત માણસને વોમિટિંગ અને ડાયેરિયાની સમસ્યા હોય છે. સામાન્ય રીતે થોડા દિવસોમાં માણસ સાજો થઇ જોય છે અને સૌથી વધારે સંક્રમણ શિયાળામાં જોવા મળે છે. આ પશુઓ દ્વારા માણસમાં ફેલાનાર વાયરસ છે.
કેરળના આરોગ્ય મંત્રાલયે તેની સારવાર માટે પ્રોટોકોલ જોહેર કર્યો છે. આ મુજબ નોરોવાયરસથી સંક્રમિત વ્યક્તિએ ઘરે આરામ કરવો જોઈએ. ઓઆરએસ અને ઉકાળેલું પાણી પીવું જોઈએ. લોકોએ ખોરાક ખાતા પહેલા અને શૌચાલય ગયા પછી સાબુથી હાથ સારી રીતે ધોવા જોઈએ. જે લોકો સામાન્ય રીતે પ્રાણીઓના સંપર્કમાં હોય છે તેઓ ખાસ કરીને સાવચેત રહેવાની જરૂર છે.
નોરોવાયરસ એક નાનો વાયરસ છે. તે ચેપગ્રસ્ત વસ્તુને ગળી જવાથી માનવ શરીરમાં પહોંચે છે. આ વાયરસ અમેરિકાથી આવ્યો છે. અમેરિકામાં આ વાયરસના સંક્રમણના કેસો ખૂબ વધારે છે, પરંતુ તેને જીવલેણ માનવામાં આવતા નથી. મોટાભાગે આ વાયરસનો ફેલાવો રેસ્ટોરાં વગેરેથી થાય છે.
કેરળના વાયનાડ જિલ્લામાં નોરોવાયરસના કેસની પુષ્ટિ થઈ છે. કેરળ સરકારે કહ્યું કે લોકોને આ ચેપી વાયરસ સામે સાવચેત રહેવાની જરૂર છે. તેના ચેપને કારણે, પીડિતને ઉલ્ટી અને ઝાડા થવા લાગે છે. બે અઠવાડિયા પહેલા વાયનાડ જિલ્લાના વિથિરી નજીક પુકોડે ખાતે વેટરનરી કોલેજના લગભગ ૧૩ વિદ્યાર્થીઓમાં એક દુર્લભ નોરોવાયરસ નોંધાયો હતો.
આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવામાં આવી છે અને વાયરસના વધુ ફેલાવાના કોઈ અહેવાલ નથી. તેમણે કહ્યું કે તેઓ સાવચેતી દાખવતા જોગૃતિ વર્ગો ચલાવવા ઉપરાંત વેટરનરી સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓના ડેટાનો સંગ્રહ પણ તૈયાર કરી રહ્યા છે. વેટરનરી કોલેજના અધિકારીઓએ જણાવ્યું હતું કે કેમ્પસની બહાર હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓમાં વાયરસ પહેલીવાર જોવા મળ્યો હતો.