ભારતના રજીસ્ટ્રાર જનરલ ઓફ ઈંડિયાએ જન્મ રજીસ્ટ્રર્ડને લઈને પોતાના આંકડા રજૂ કર્યા છે. તેમના દ્વારા આપવામા આવેલા આંકડા અનુસાર બિહાર, મધ્ય પ્રદેશ, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ૨૦૨૦માં છોકરીઓની તુલનામાં છોકરાઓના જન્મમાં ઘણુ મોટુ અંતર નોંધાયું છે.
રજીસ્ટર્ડ જન્મના લૈંગિક વર્ગીકરણથી જાણવા મળે છે કે, વર્ષ ૨૦૨૦માં જન્મ બાદ રજીસ્ટર્ડ કરવામાં આવેલી છોકરીઓની સંખ્યામાં છોકરાઓથી લગભગ ૪ ટકા ઓછું છે. રિપોર્ટમાં કહેવાયુ છે કે, બિહાર, મધ્ય પ્રદેશ, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં જન્મ રજીસ્ટર્ડ મામલામાં ઘણુ મોટુ અંતર છે.
આરજીઆઇના રિપોર્ટ વર્ષ ૨૦૨૦ માટે નાગરિક રજીસ્ટર્ડ સિસ્ટ્મ પર આધારિત મહત્વપૂર્ણ આંકડામાં કહેવાયુ છે કે, ભારતમાં ૨૦૨૦માં કુલ ૨,૪૨,૨૨,૪૪૪ બાળકોનો જન્મ થયો હતો, જેમાંથી ૧,૨૫,૯૬,૭૦૦ (૫૨ ટકા ) છોકરાઓ અને ૧,૧૬,૨૪,૯૩૩ (૪૮ ટકા) છોકરીઓ છે. તો વળી આંકડાઓથી ખબર પડે છે કે, ૨૦૨૦માં બિહારમાં પ્રતિ લાખ જનસંખ્યામં ૧૬૦૦.૮ છોકરાઓની સરખામણીએ ૧૪૪૩.૮ છોકરીઓનું જન્મ રજીસ્ટર્ડ કરવામા આવ્યા છે.
તો વળી મધ્ય પ્રદેશમાં ૨૦૨૦માં પ્રતિ લાખ વસ્તીમાં ૮૬૭.૭ છોકરાઓની સરખામણીએ ૭૮૫.૯ છોકરીઓ રજીસ્ટર્ડ કરવામાં આવી છે. ગુજરાતમાં ૫૭૭.૮ છોકરાની જન્મની તુલનામાં ૫૨૫.૪ છોકરીઓ રજીસ્ટર્ડ થઈ છે. હરિયાણામાં ૩૦૯.૭ છોકરાની સરખામણીમાં ૨૮૨.૧ છોકરીઓ જન્મી છે. ઝારખંડમાં ૩૩૯.૨ છોકરાની સરખામણીએ જન્મની તુલનામાં ૩૦૯.૨ છોકરીઓ નોંધાઈ છે. મહારાષ્ટ્રમાં ૮૯૫ છોકરાના જન્મની સરખામણીએ ૮૧૭ છોકરીઓ નોંધાઈ છે.
ઉત્તર પ્રદેશમાં ૨૫૨૪.૦ છોકરાઓની સરખામણીએ ૨૩૩૦.૧ છોકરીઓના જન્મ અને રાજસ્થાનમાં ૯૭૭.૩ છોકરાઓની સરખામણીએ ૮૯૨.૦ છોકરીઓનો જન્મ નોંધાયો છે. બીજી બાજૂ મૃત્યુ રજીસ્ટર્ડ કેસમાં બીજા પુરુષ રજીસ્ટર્ડ ભાગમાં મહિલાની સરખામણીમાં લગભગ ૨૦.૪ ટકા વધારે છે.રિપોર્ટમાં અનુસાર વર્ષ ૨૦૨૦માં દેશમાં ૮૧.૨ લાખ લોકોના મોત થયા છે. અને આ આંકડા ૨૦૧૯ની સરખામણીએ ૬.૨ ટકા વધારે છે. જ્યારે દેશમાં ૭૬.૪ લાખ લોકોના મોત થયા હતા. વર્ષ ૨૦૨૦માં જ્યારે દેશમાં પહેલી વાર કોવિડ ૧૯ની લહેર શરૂ થઈ હતી, ત્યારે મહામારીને કારણે્ ૧.૪૮ લાખ લોકોના મોત થયા હતા.