ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૦,૨૨૯ નવા કેસો નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૩,૪૪,૪૭,૫૩૬ થઇ ગઇ છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જોરી કરવામાં આવેલા આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે. આજે ૧૧,૯૨૬ દર્દીઓ સાજો થઇને ઘરે ગયા છે જ્યારે ૧૨૫ લોકોના મોત નીપજ્યા છે.
એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૧,૩૪,૦૯૬ થઇ છે. જે છેલ્લા ૫૨૩ દિવસમાં સૌથી ઓછા કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૩૩,૮૪૯,૭૮૫ લોકો કોરોનાથી સાજો થયા છે. તે જ સમયે, કોરોનાથી અત્યાર સુધીમાં ૪૬૩,૬૫૫ લોકોના મોત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૦,૨૦,૧૧૯ લોકોએ રસી લીધી છે. અત્યાર સુધીમાં કુલ ૧,૧૨,૩૪,૩૦,૪૭૮ લોકોને રસી આપવામાં આવી છે. રિકવરી રેટ ૯૮.૨૬% છે, જે ગયા માર્ચ પછી સૌથી વધુ છે. દૈનિક પોઝિટીવિટી દર ૧.૧૨% છે જે છેલ્લા ૪૨ દિવસથી ૨ ટકાથી નીચે છે. સાપ્તાહિક પોઝિટિવીટી દર ૦.૯૯% છે જે છેલ્લા ૫૨ દિવસથી ૦.૯૯% છે.