ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. સમગ્ર ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા ૫,૦૦૦ ને વટાવી ગઈ છે. રાજ્ય સરકારોએ કોરોના અંગે સલાહ આપવાનું શરૂ કર્યું છે. કેન્દ્રએ સુવિધા-સ્તરની તૈયારીનું મૂલ્યાંકન કરવા માટે મોક ડ્રીલ પણ હાથ ધરી છે.
ભારતમાં હાલમાં કોરોનાના ૫,૩૬૪ સક્રિય કેસ છે. શુક્રવાર સુધીમાં, છેલ્લા ૨૪ કલાકમાં ચાર નવા મૃત્યુ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, કોરોનાની દ્રષ્ટિએ કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય રહ્યું છે. તે પછી ગુજરાત, પશ્ચિમ બંગાળ અને દિલ્હીનો ક્રમ આવે છે.
છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં કોરોનાના ૧૯૨ નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં ૧૦૭ કોરોના કેસ, પશ્ચિમ બંગાળમાં ૫૮ અને દિલ્હીમાં ૩૦ કોરોના કેસ નોંધાયા છે. દેશભરમાં કોરોના ચેપના ૪૯૮ નવા કેસ નોંધાયા છે.
દિલ્હીમાં કોરોના ચેપના ૩૦ નવા કેસ નોંધાયા છે. દિલ્હીમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને ૫૯૨ થઈ ગઈ છે. ૧ જાન્યુઆરીથી દિલ્હીમાં કોરોનાને કારણે સાત મૃત્યુ નોંધાયા છે. ગુરુવારથી કોઈ નવું મૃત્યુ નોંધાયું નથી. કોવિડ-૧૯ કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ તમામ રાજ્યોને ઓÂક્સજન, આઇસોલેશન બેડ, વેન્ટીલેટર અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના ૧૧૪ નવા કેસ નોંધાયા છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ કેસોની સંખ્યા ૧,૨૭૬ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી વધુ એક મૃત્યુ નોંધાયું છે. આનાથી મૃત્યુઆંક ૧૮ થયો છે.









































