ભારતમાં ઓમિક્રોનના અત્યાર સુધીમાં ૬૪ કેસ સામે આવી ચૂક્યા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં મળ્યા છે. જ્યાં અત્યાર સુધીમાં ૨૮ કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજસ્થાનમાં ૧૭, કર્ણાટકમાં ૩, ગુજરાતમાં ૪, કેરળમાં ૧ અને આંધ્ર પ્રદેશમાં ૧, દિલ્હીમાં ૬, તેલંગણામાં ૩ તથા ચંડીગઢમાં એક કેસ સામે આવ્યો છે. ખાસ વાત એ છે કે ઓમિક્રોનથી સંક્રમિત મોટાભાગના લોકો રસીના બંને ડોઝ લઈ ચૂક્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૬૯૮૪ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૨૪૭ લોકોએ
એક દિવસમાં કોરોનાથી જીવ ગુમાવ્યા છે. હાલ ૮૭,૫૬૨ લોકો સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં કોરોના રસીના ૧,૩૪,૬૧,૧૪,૪૮૩ ડોઝ અપાયા છે.
નોઈડામાં વિદેશથી આવેલા ૫ લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. જેમના સેમ્પલ્સ જીનોમ સિક્વેÂન્સંગ માટે મોકલી અપાયા છે. કહેવાય છે કે બે પરિવારના ૫ સભ્યો કોરોના સંક્રમિત છે. જેમાંથી એક પરિવાર ઈંગ્લન્ડ અને બીજા સિંગાપુરથી પાછો ફર્યો છે. વિદેશથી લગભગ ૪૭૨૯ મુસાફરો અત્યાર સુધી નોઈડા પાછા આવ્યા છે. જેમાંથી લગભગ ૨૬૦૦ મુસાફરોને ટ્રેક કરાયા છે. જ્યારે ૧૧૦૦ ટ્રાવેલર હાઈ રિસ્ક કંટ્રીમાંથી આવ્યા છે.
વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું કે ૭૭ દેશોએ અત્યાર સુધી ઓમિક્રોનના કેસની પુષ્ટિ કરી છે. વાસ્તવિકતા એ છે કે ઓમિક્રોન તેનાથી પણ વધુ દેશોમાં છે. ભલે તેની હજુ સુધી જાણ ન થઈ હોય. ઓમિક્રોન એટલો ઝડપથી ફેલાઈ રહ્યો છે કે આવી સ્થિતિ અગાઉ જાવા મળી નથી. ઓમિક્રોનના પ્રસારની શરૂઆતથી અત્યાર સુધીમાં અપનાવવામાં આવેલા તમામ ઉપાયોથી જ તેને રોકી શકાય છે. તેને બહુ જલદી ગંભીરતાથી લાગૂ કરવા જાઈએ. એકલી રસીથી કોઈ પણ દેશ આ સંકટમાંથી બહાર નીકળી શકશે નહીં.