ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં કારમી હાર બાદ પાકિસ્તાની ક્રિકેટર અહેમદ શહેઝાદે ટીમ ઇન્ડિયાને ટ્રોલ કરી છે. શહઝાદે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, ‘ન્યૂઝીલેન્ડ ભારતમાં આવ્યું અને તેણે ભારતને બરોબરનું હરાવ્યું, તેણે ભારતને એ રીતે હરાવ્યું જાણે તેને હરાવવાનો તેનો અધિકાર જ ન હોય. તેણે ભારતીય ક્રિકેટ ટીમને બાળકોની ટીમને હરાવતા હોય તે રીતે હરાવ્યું. ભારતીય ક્રિકેટ ટીમની રમત જોઈને જાણે બાળકો ક્રિકેટ રમતાં હોય તે યાદ આવી ગયું. લોકો હવે કહે છે કે, ‘કાગજ કે શેર, ઘર મેં ઢેર’.
ન્યુઝીલેન્ડ સામે ભારતની હાર ઐતિહાસિક હતી, તે એક દાયકામાં પ્રથમ વખત હતું કે તેઓ ઘરની ધરતી પર ટેસ્ટ શ્રેણી હારી ગયા. રોહિત શર્માની ટીમ, જે તેની બીજી ઇનિંગમાં માત્ર ૨૪૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, તે શનિવારે પુણેમાં ૧૧૩ રનથી હારી ગઈ હતી. ૨૦૧૨ માં ઈંગ્લેન્ડે ૨-૧થી હરાવ્યું ત્યારથી તે ભારતની પ્રથમ ઘરેલું શ્રેણીની હાર હતી, જેણે સતત ૧૮ દ્વિપક્ષીય શ્રેણી જીતનો સિલસિલો સમાપ્ત કર્યો – કોઈપણ ટીમ દ્વારા ઘરઆંગણે સૌથી લાંબી જીત.
શહેઝાદે કહ્યું, ‘જ્યારે ભારત (પ્રથમ ટેસ્ટમાં) ૪૬ રનમાં આઉટ થઈ ગયું હતું, ત્યારે રોહિત શર્માએ કહ્યું હતું કે, ‘દરેકનો ખરાબ દિવસ છે. અમે તેને સ્વીકારીએ છીએ, પરંતુ આ ટેસ્ટ મેચમાં પણ તમે જે રીતે ક્રિકેટ રમ્યા છે તે જાઈને લાગે છે કે તમે આત્મસંતુષ્ટ થઈ ગયા છો. રોહિત શર્માનું કહેવું છે કે તે બિનજરૂરી વાતોમાં વિશ્વાસ નથી રાખતો, પરંતુ છેલ્લી બે ટેસ્ટ મેચોમાં તે ભાવના ગાયબ હતી. આ બંને મેચ એવી રીતે રમાઈ છે કે જાણે શાળાના બાળકો રમતા હોય તેવું લાગે છે.