ભારતની સ્ટાર જિમ્નાસ્ટ દીપા કર્માકરે નિવૃત્તિની જાહેરાત કરી છે. આ માહિતી તેણે સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે શેર કરી હતી.
આ વર્ષે જ દીપા કર્માકર એશિયન ચેમ્પીયનશિપ જીતનારી પ્રથમ ભારતીય જિમ્નાસ્ટ બની હતી. તમને જણાવી દઈએ કે, રિયો ઓલિમ્પીકમાં ચોથા સ્થાને રહેલી દીપાએ ૨૦૧૪ કોમનવેલ્થ ગેમ્સમાં જિમ્નેસ્ટીક્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં આવું કરનારી તે પ્રથમ ભારતીય પણ બની હતી.
૩૧ વર્ષની દીપા કર્માકરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણીએ તેના ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, ‘ઘણા વિચાર કર્યા પછી, મેં નક્કી કર્યું છે કે હું જિમ્નેસ્ટીક્સમાંથી નિવૃત્તિ લઈ રહી છું. આ નિર્ણય મારા માટે સરળ ન હતો, પરંતુ આ યોગ્ય સમય છે. જિમ્નેસ્ટીક્સ મારા જીવનનો એક વિશાળ ભાગ છે, અને હું દરેક ક્ષણ માટે આભારી છું.’
દીપા કર્માકરે આગળ લખ્યું, ‘મને તે પાંચ વર્ષની દીપા યાદ છે, જેને કહેવામાં આવ્યું હતું કે તેના સપાટ પગને કારણે તે ક્યારેય જિમ્નાસ્ટ નહીં બની શકે. આજે, હું મારી સિદ્ધિઓ જાઈને ખૂબ જ ગર્વ અનુભવું છું. વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવું અને મેડલ જીતવું અને સૌથી અગત્યનું, રિયો ઓલિમ્પીકમાં પ્રદર્શન કરવું એ મારી કારકિર્દીની સૌથી યાદગાર ક્ષણ રહી છે. આજે હું દીપાને જાઈને ખૂબ જ ખુશ અનુભવું છું કારણ કે તેણીમાં સપના જાવાની હિંમત હતી. મારી છેલ્લી જીત, એશિયન જિમ્નેસ્ટીક ચેમ્પીયનશિપ્સ તાશ્કંદ, એક વળાંક હતો, કારણ કે ત્યાં સુધીમાં મને લાગ્યું કે હું મારા શરીરને વધુ આગળ ધપાવી શકીશ, પરંતુ ક્યારેક આપણું શરીર કહે છે કે આરામ કરવાનો સમય આવી ગયો છે, પરંતુ હૃદય હજી પણ સંમત નથી. ભલે હું નિવૃત્ત થઈ રહી છું, પરંતુ જિમ્નેસ્ટીક્સ સાથેનું મારું કનેક્શન ક્યારેય તૂટશે નહીં. હું આ રમતમાં કંઈક પાછું આપવા સક્ષમ બનવા માંગુ છું – કદાચ માર્ગદર્શન, કોચિંગ, મારા જેવી અન્ય છોકરીઓને ટેકો આપીને.’
ત્રિપુરાની દીપા કર્માકર ભારતની ટોચની જિમ્નાસ્ટમાંથી એક છે. ઓલિÂમ્પકની સાથે તેણે બીજી ઘણી મોટી ઈવેન્ટ્સમાં દેશનું નામ રોશન કર્યું હતું. વર્ષ ૨૦૧૮માં, તેણીએ તુર્કીના મેર્સિનમાં એફઆઇજી આર્ટિસ્ટીક જિમ્નેસ્ટીક્સ વર્લ્ડ ચેલેન્જ કપની વાલ્ટ સ્પર્ધામાં દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આવું કરનાર તે ભારતની પ્રથમ જિમ્નાસ્ટ બની હતી. તેણે એશિયન ચેમ્પીયનશિપમાં પણ કુલ ૨ મેડલ જીત્યા હતા. તમને જણાવી દઈએ કે, ફેબ્રુઆરી ૨૦૨૩માં દીપા કર્માકર ડોપ ટેસ્ટમાં ફેલ થઈ ગઈ હતી. આ કારણોસર તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેના પરનો પ્રતિબંધ ૧૦ જુલાઈ ૨૦૨૩ સુધી ચાલુ રહ્યો હતો.