ભારત દેશમાં ખેલ અને ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે અને કોઈક રમતમાં પ્રચલિત થતાં ખેલાડીઓ દેશ પ્રત્યેની તેમની ફરજ નિષ્ઠાપૂર્વક અદા પણ કરે છે ત્યારે ફરી એક વખત એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં ભારતના લેડી દોડવીર પી.ટી ઉષાએ ગરીબ બાળકો માટે શાળા ખોલી છે જેના માટે તેઓએ ૨૦ લાખ જેટલી માતબર રકમ ભેગી કર્યા બાદ આ શાળા ખોલવામાં આવેલી છે.
પી ટી ઉષા અંગે જો વાત કરવામાં આવે તો તેને દોઢ ક્ષેત્રે ભારતનું નામ ખૂબ સારી રીતે ઉજ્જવળ કર્યું છે તેને ૧૦૧ જેટલા આંતરરાષ્ટ્રીય મેડલો પણ મળ્યા છે તો સામે ૧૮ ગોલ્ડ મેડલ અને ૧૩ સિલ્વર મેડલ હાંસલ થયા છે. તેમનું માનવું છે કે આવનારા સમયમાં વિદ્યાર્થીઓ વધુને વધુ ખેલ પ્રત્યે સજોગ બને અને અવગત થાય તેના માટે સરકારે વિશેષ આયોજન કરવું જોઈએ અને તેઓને ખેલકૂદ ક્ષેત્રે પ્રોત્સાહિત પણ કરવા જોઇએ.
વાતને ગંભીરતાથી લઇ તેમના દ્વારા ગરીબ બાળકો માટે સારા ખોલવામાં આવેલી છે જ્યાં તેઓ નિ શુલ્ક શિક્ષણ મેળવી શકશે અને પોતાના મનગમતા ખેલને પસંદ કરી તેમાં કારકિર્દીનું ઘડતર પણ કરી શકશે. પી ટી ઉષા ના આ ભગીરથ કાર્યમાં અનેક લોકો સહભાગી થયા હતા અને આવનારા સમયમાં પણ આ પ્રકારની અનેક પ્રવૃત્તિઓ તેમના દ્વારા કરવામાં આવે તેવી વાત પણ સામે આવી હતી.