જ્યારે પણ વાત ભારતીય ફૂટબોલની કરવામાં આવે છે ત્યારે સુનિલ છેત્રીનું નામ જ સૌથી પહેલા સામે આવે છે. ભારતના આ ફૂટબોલ આઇકન હવે આંતરરાષ્ટિય ફૂટબોલને અલવિદા કહી રહ્યા છે. સુનિલ છેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા પોતાની નિવૃતિની જાહેરાત કરી છે. ૩૯ વર્ષના સુનીલ છેત્રીએ ભારત તરફથી રમતા ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.
ભારતીય ફૂટબોલને નવી ઓળખ આપનાર હવે ભારત માટે હવે રમતા જાવા નહીં મળે તે ખરેખર ફૂટબોલ ફેન્સ માટે ખૂબ જ દુખદ છે. સુનીલ છેત્રીએ તેની ૨૦ વર્ષની કારકિર્દીમાં ભારત માટે ૧૪૫ મેચ રમી છે જેમાં તેણે ૯૩ ગોલ કર્યા છે.
સુનિલ છેત્રીએ પોતાના નિવૃતિની ઘોષણા એક વિડીયો સાથે કરી છે. આ વિડીયોમાં સુનિલ ઘણો ભાવુક પણ જાવા મળ્યો હતો. ભારતીય કેપ્ટને ૯ મિનિટનો આ વીડિયો પોસ્ટ કરીને લખ્યું છે કે હું તમને કંઈક કહેવા માંગુ છુંપ
આ ૩૯ વર્ષીય ભારતીય ફૂટબોલરે ૧૨ જૂન ૨૦૦૫ના રોજ પાકિસ્તાન સામે આંતરરાષ્ટિય ફૂટબોલમાં પ્રવેશ કર્યો હતો અને તે જ મેચમાં ભારત માટે તેનો પ્રથમ ગોલ પણ કર્યો હતો. સુનીલ છેત્રીએ તેની ૨૦ વર્ષની કારકિર્દીમાં ભારત માટે ૧૪૫ મેચ રમી છે જેમાં તેણે ૯૩ ગોલ કર્યા છે.
ભારતીય ફૂટબોલના ચમકતા સિતારા અને કપ્તાન સુનિલ છેત્રીએ તેની કારકિર્દીમાં ઘણા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે. સુનિલ છેત્રીએ કુલ ૬ વખત છૈંહ્લહ્લ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો. સુનિલને ૨૦૧૧માં અર્જુન એવોર્ડ અને ૨૦૧૯માં પદ્મશ્રી જેવા રાષ્ટÙીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આંતરરાષ્ટિય મંચ પર, છેત્રી એએફસીમાં ખિતાબ જીતનાર ભારતીય ટીમોનો ભાગ રહ્યો છે. વધુમાં ૨૦૦૮માં ચેલેન્જ કપ, ૨૦૧૧ અને ૨૦૧૫માં જીછહ્લહ્લ ચેમ્પિયનશિપ, ૨૦૦૭, ૨૦૦૯ અને ૨૦૧૨માં નેહરુ કપ તેમજ ૨૦૧૭ અને ૨૦૧૮માં ઇન્ટરકોન્ટિનેન્ટલ કપનો ભાગ સુનિલ છેત્રી રહ્યા છે.
સુનિલ છેત્રી ભારતના સર્વકાલીન ટોચના સ્કોરર અને સૌથી વધુ કેપ્ડ ખેલાડી તરીકે આંતરરાષ્ટિય ફૂટબોલને વિદાય આપશે. સક્રિય ખેલાડીઓમાં સૌથી વધુ ગોલ કરવાના મામલે તે લિજેન્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી પછી ત્રીજા સ્થાને છે. આવતા મહિને છેલ્લી ઈન્ટરનેશનલ ટૂરમાં જઈ રહેલી ભારત હાલમાં ગ્રુપ છમાં બીજા સ્થાને છે. તેઓ ફીફા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં ચાર પોઈન્ટ સાથે લીડર કતારને પાછળ રાખે છે. કુવૈત ૩ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.