પાલડી પોલીસ સ્ટેશનથી અંદાજે ૧૧૭ ડગલા દૂર ક્રુરતાથી હત્યાનો બનાવ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારની વહેલી સવારે નૌશલ ઠાકોર નામના યુવકની નંબર પ્લેટ વગરની કારમાં આવેલા ૫ હત્યારોઓએ હત્યાને અંજામ આપી મીનીટો માં જ ફરાર થઈ ગયા હતા. સીસીટીવીમાં તમે એક વ્યક્તિને પહેલા પાડી દેવામાં આવે છે, બાદમાં અંદાજે ૫ શખ્સો હાથમાં હથિયાર લઈને એક બાદ એક અનેક ઘા કરીને હત્યા નિપજાવી રહ્યા છે અને મિનિટોમાં જ ફરાર થઈ જાય છે. આ સમગ્ર બનાવ અમદાવાદના પાલડી પોલીસે સ્ટેશનના ૧૧૭ ડગલા દૂર આવેલા સહજાનંદ પ્લાઝા નજીકના છે, જ્યાં શુકરવા ની વહેલી સવારે નૌશલ ઠાકોર આવ્યો હતો. ત્યારે જ એક નંબર પ્લેટ વગરની શિફ્ટ કાર આવી જેમાંથી અંદાજે ૫ જેટલા શખ્સો તીક્ષ્ણ હથિયારથી નૌશલ ઠાકોર પર તૂટી પડ્યા હતા અને મિનિટોમાં જ નૌશલ ઠાકોરની હત્યા કરી હત્યારાઓ પાલડી પોલીસ સ્ટેશન નજીક જ હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. આ હત્યાનો બનાવ બનતા ની સાથે જ ઘટના સ્થળ પર પોલીસ પહોંચી અને તપાસ શરૂ કરી હતી. જેમાં હત્યાના સીસીટીવી સામે આવતાની સાથે જ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હત્યારાઓ ની ઓળખ અને કાર ની ઓળખ કરવાની શરૂવાત કરી છે ત્યારે પોલીસે વધુ એ તપાસ હાથ ધરી છે કે હત્યા કરવા પાછળનું કારણ શું છે અને હત્યારા કરનારા કોણ છે ત્યારે પાલડી પોલીસ સ્ટેશન થી માત્ર ૧૧૭ જ ડગલા દૂર હત્યા થતા પોલીસ ના પેટ્રોલિંગ અને કાયદા અને વ્યસ્થા પર પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. પાલડી પોલીસ અલગ અલગ થિયરી પર તપાસ શરૂ કરી છે જેમાં મૃતક નૌશલ ઠાકોર ભૂતકાળ માં એક હત્યાના બનાવમાં સંડોવાયેલ હતો, તેની અદાવત માં આ હત્યા થઈ છે કે પછી મૃતક નૌશલ ઠાકોર જમીન લે વેચ ના વ્યવસાય સાથે પણ જાડાયેલ છે તેની કોઈ અદાવતમાં હત્યા કરવા માં આવી છે આ પ્રકારે અલગ અલગ દિશા માં પાલડી પોલીસે તપાસ શરૂ કરી છે ત્યારે હત્યા પાછળ નું કારણ હત્યારા હાથ માં આવ્યા બાદ સ્પષ્ટ થઈ શકે છે.