ભારતનો પાડોશી દેશ અફઘાનિસ્તાન ભૂકંપના આંચકાથી હચમચી ગયો છે. રવિવાર-સોમવારની મોડી રાત્રે દેશમાં એક પછી એક ભૂકંપના સતત આંચકાએ લોકોને હચમચાવી દીધા છે. આ ભૂકંપના આંચકા દિલ્હી એનસીઆર સુધી અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મોડી રાતથી સવાર દરમિયાન અફઘાનિસ્તાનમાં ૬.૩ થી ૫ ની તીવ્રતાના અનેક ભૂકંપ આવ્યા છે. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના બસૌલથી ૩૬ કિલોમીટર દૂર હતું. ભૂકંપને કારણે અફઘાનિસ્તાનમાં મોટા નુકસાન અને અત્યાર સુધીમાં ૯ લોકોના મોતના સમાચાર પણ છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, અફઘાનિસ્તાનમાં પહેલો ભૂકંપ મોડી રાત્રે ૧૨ઃ૪૭ વાગ્યે આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૩ માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર જમીનમાં ૧૬૦ કિલોમીટર અંદર હતું. આ પછી, આખી રાત ઘણી વખત ભૂકંપના આંચકા અનુભવાયા.રવિવાર-સોમવારે અફઘાનિસ્તાનમાં ભૂકંપની તીવ્રતાઃ
મોડી રાત્રે ૧૨ઃ૪૭ વાગ્યે ૬.૩ ની તીવ્રતાનો ભૂકંપ.
મોડી રાત્રે ૧ઃ૦૮
વાગ્યે ૪.૭ ની તીવ્રતાનો ભૂકંપ.
મોડી રાત્રે ૧ઃ૫૯ વાગ્યે ૪.૩ ની તીવ્રતાનો ભૂકંપ.
સવારે ૩ઃ૦૩ વાગ્યે ૫ ની તીવ્રતાનો ભૂકંપ.
સવારે ૫ઃ૧૬ વાગ્યે ૫ ની તીવ્રતાનો ભૂકંપ.
૨૦૨૩ માં એક ભયાનક ભૂકંપ આવ્યો હતો
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ૭ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ અફઘાનિસ્તાનમાં ૬.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપને કારણે અફઘાનિસ્તાનમાં હજારો લોકો મૃત્યુ પામ્યા હતા. તાલિબાન સરકારે અંદાજ લગાવ્યો હતો કે આ ભૂકંપમાં ઓછામાં ઓછા ૪,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા. તાજેતરના સમયમાં અફઘાનિસ્તાનમાં આ સૌથી ભયાનક કુદરતી આફત હતી.








































