(એચ.એસ.એલ),મુંબઇ,તા.૨૫
આઇપીએલ ૨૦૨૫ માટે જેદ્દાહમાં મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ હરાજીનો આજે બીજા દિવસે ૨૪ વિદેશી ખેલાડીઓ પણ સામેલ હતા.આજની હરાજીમાં દક્ષિણ આફ્રિકાના કેશવ મહારાજ વેચાયા વિનાના રહ્યા. કોઈપણ ટીમે કેશવ મહારાજને પોતાની ટીમમાં સામેલ કર્યા નથી.અફઘાનિસ્તાનના ૧૮ વર્ષના બેટ્‌સમેન અલ્લાહ ગઝનફરને મુંબઈ ઇન્ડિયન્સે ૪.૮૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની મૂળ કિંમત ૭૫ લાખ રૂપિયા હતી. પંજાબ કિંગ્સની ટીમે લોકી ફર્ગ્યુસનને ખરીદ્યો છે. તેણે લોકીને ૨ કરોડમાં ખરીદ્યો હતો. લોકી ફર્ગ્યુસન ગત સિઝનમાં જીટીનો ભાગ હતો.
ભારતના આકાશ દીપે તેને ૮ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આકાશ દીપને લખનઉ સુપર જાયન્ટ્‌સે ખરીદ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને તેમની વચ્ચે ગાઢ મુકાબલો હતો. દીપક ચહરને મુંબઈ ઈÂન્ડયન્સની ટીમે ખરીદ્યો છે. મુંબઈએ તેને ૯.૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે પણ તેના પર બોલી લગાવી હતી. દિલ્હી કેપિટલ્સ ટીમે ભારતના સ્ટાર ખેલાડી મુકેશ કુમારને ૮ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. દિલ્હીએ તેમને આરટીએમનો ઉપયોગ કરીને ખરીદ્યા છે. પંજાબ કિંગ્સ પણ તેને ખરીદવાની રેસમાં હતા.
ભારતના દિગ્ગજ બોલર ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે ૧૦.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તે બીજા દિવસનો અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. ગુજરાત ટાઇટન્સે દક્ષિણ આફ્રિકાના ગેરાલ્ડ કોએત્ઝીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ગેરાલ્ડ કોએત્ઝીને જીટીએ ૨.૪ કરોડમાં ખરીદ્યો હતો. તુષાર દેશપાંડે માટે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જારદાર સ્પર્ધા જાવા મળી રહી છે. આખરે રાજસ્થાન રોયલ્સે તુષાર દેશપાંડેને ૬.૫ કરોડમાં ખરીદ્યો. તે ગત સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હતો. પંજાબ કિંગ્સની ટીમે જાશ ઈંગ્લીશને ૨.૬ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તે ટી૨૦નો મજબૂત વિકેટકીપર બેટ્‌સમેન છે. ઈંગ્લીસે ભારતમાં ટી ૨૦ આંતરરાષ્ટ્રીય સદી પણ ફટકારી છે. દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્‌સમેન રેયાન રિકલ્ટનને મુંબઈ ઇન્ડિયન્સે ખરીદ્યો છે. રેયાન રિકલ્ટન ઓપનિંગ બેટ્‌સમેન છે. મુંબઈએ તેને ૧ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. રાજસ્થાન રોયલ્સ ટીમે નીતિશ રાણાને ખરીદ્યો છે. તેને ૪.૨ કરોડમાં ખરીદવામાં આવ્યો છે. તેમના માટે આરસીબી અને આરઆર વચ્ચે ઘણી સ્પર્ધા રહી છે. આરસીબીએ તેના માટે ૪ કરોડ રૂપિયા સુધીની બોલી લગાવી હતી. રાણા ગત સિઝનમાં કેકેઆરનો ભાગ હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે કૃણાલ પંડ્યાને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આરસીબીએ તેને ૫.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આરસીબીને એક સારા સ્પિન બોલરની ખૂબ જરૂર હતી.
આ હરાજીમાં ન્યુઝીલેન્ડનો ડેરીલ મિશેલ વેચાયા વગરનો રહ્યો. મિશેલ આઇપીએલ ૨૦૨૪માં ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હતો. તેને ૧૪ કરોડમાં ખરીદ્યો હતો, પરંતુ આ વખતે કોઈ ટીમે તેના પર દાવ લગાવ્યો નથી.
ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે સેમ કુરાનને ખરીદ્યો છે. તેને માત્ર ૨.૪ કરોડ રૂપિયામાં ખરીદ્યો. તેને ગત સિઝનમાં પંજાબ કિંગ્સે ૧૮ કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આ વખતે સેમ કુરન નજાબ કિંગ્સે આરટીએમ કર્યું નથી. ગુજરાત ટાઇટન્સે વોશિંગ્ટન સુંદરને ૩.૨ કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. વોશિંગ્ટન ગત સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો ભાગ હતો.
સ્ટાર ભારતીય ખેલાડી શાર્દુલ ઠાકુર પણ વેચાયા વગરનો રહ્યો છે. શાર્દુલ ઠાકુર ગત સિઝનમાં દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો. મયંક અગ્રવાલ પણ વેચાયા વગરના રહ્યા. આ પહેલા અજિંક્ય રહાણે અનસોલ્ડ રહ્યો હતો. તે ખૂબ જ આશ્ચર્યજનક છે કે બંને ખેલાડીઓ વેચાયા વિના રહે છે. આ સિવાય પૃથ્વી શા પણ વેચાયા વગરનો રહ્યો.જે ખેલાડી ગયા વર્ષ સુધી આઇપીએલમાં ૧૮ કરોડ રૂપિયાથી વધુ કમાતો હતો તે હવે આગામી સિઝનમાં લગભગ ૨ કરોડ રૂપિયામાં રમતા જાવા મળશે. પહેલાથી જ આશંકા હતી કે સેમ કુરન આ વખતે હરાજીમાં ખૂબ જ ઓછી કિંમતે જશે. બરાબર એવું જ થયું. વાસ્તવમાં, આ પહેલા પંજાબ કિંગ્સે સેમ કુરનને ૧૮.૫૦ કરોડ રૂપિયા આપીને કરારબદ્ધ કર્યા હતા. શિખર ધવનની ગેરહાજરીમાં તે ટીમનો કેપ્ટન પણ બન્યો હતો. ન તો તે કેપ્ટન તરીકે કંઈ ખાસ કરી શક્યો અને ન તો તે પોતાની બોલિંગ અને બેટિંગથી કોઈ કરિશ્મા કરી શક્યો. આ કારણે તેમની કિંમતમાં ઘટાડો લગભગ નિશ્ચિત હતો.