૪૦૦૦૦ વર્ષથી ભારતના લોકોના ડીએનએ એક જ છે તેવા આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના નિવેદન બાદ રાહુલ ગાંધીએ તેના પર પલટવાર કર્યો છે.
રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, જે લોકો હિન્દુત્વમાં માને છે તે લોકોનુ માનવુ છે કે, ભારતના તમામ લોકોના ડીએનએ એક સરખા છે પણ હિન્દું માને છે કે દરેક વ્યક્તિનુ ડીએનએ અલગ અને આગવુ હોય છે.આમ ડીએનએના મુદ્દે પણ રાહુલ ગાંધીએ હિન્દુ અને હિન્દુત્વનો ફરક સમજાવી દીધો છે.
ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશના એક કાર્યક્રમમાં મોહન ભાગવતે કહ્યુ હતુ કે, ૪૦૦૦૦ વર્ષથી ભારતના તમામ લોકોના ડીએનએ એક સમાન છે.હું હવામાં વાત નથી કરી રહ્યો.તેના પૂરાવા પણ છે.દેશની સંસ્કૃતિ આપણા પૂર્વજાના કારણે ફુલીફાલી છે.તેના માટે આપણા પૂર્વજાએ બહુ બલિદાન આપ્યા છે.