ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના વધુ ભાગોમાં વાતાવરણ સુષ્ક રહેવાની સંભાવના છે. આ વાતની જોણકારી ભારતીય હવામાન વિભાગે ગુરુવારે આપી છે.ત્યાં જ આ વિસ્તારમાં આવતા પાંચ દિવસ દરમિયાન ન્યુનત્તમ તાપમાનમાં પણ ખાસ ફેરફારના આસાર ઓછા છે. જો કે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યમાં હલ્કાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
આઇએમડી દ્વારા જોરી કરાયેલા એક પ્રકાશનમાં, આ સપ્તાહ દરમિયાન દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ અને યાનમ, રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ અને કેરળ અને માહેમાં છૂટાછવાયાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. તે જ સમયે, આગામી બે દિવસમાં ઓડિશા, દક્ષિણ આંતરિક કર્ણાટક અને તેલંગાણામાં મધ્યમ વરસાદ પડી શકે છે. વિભાગનું કહેવું છે કે આગામી ૪-૫ દિવસમાં કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા નથી.
આઇએમડીએ કહ્યું કે ઉત્તર પશ્ચિમ ભારતમાં પ્રથમ સપ્તાહમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં. આ પછી, આંકડો ધીમે ધીમે ૨-૪ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે. સપ્તાહની શરૂઆતમાં પૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. સ્કાયમેડ વેધર અનુસાર, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં કેટલાક સ્થળોએ મધ્યમથી ગાઢ ધુમ્મસની શક્યતા છે.
રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તા ફરી એકવાર ‘નબર્ળી શ્રેણીમાં રહી. તે જ સમયે, શહેરમાં લઘુત્તમ તાપમાન ૮.૪ ડિગ્રી સેલ્સિસ નોંધાયું હતું, જે આ મહિનાનું સૌથી ઓછું તાપમાન છે. દિલ્હીમાં સવારે ૮ વાગ્યે એર ક્વોલિટી ઈન્ડેક્સ ૨૬૧ હતો. તે જ સમયે, પડોશી શહેર ફરીદાબાદમાં ૨૩૭, ગાઝિયાબાદમાં ૨૬૬, ગ્રેટર નોઈડામાં ૨૬૪, ગુડગાંવમાં ૨૪૧ અને નોઈડામાં ૨૩૫.