કુંકાવાવ તાલુકાના ભાયાવદર ગામે સ્મશાન પાસે પૂર સુરક્ષા માટે ફલડ પ્રોટેકશન વોલના નિર્માણ કામને રાજ્ય સરકાર તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. રાજ્યના મંત્રી તથા અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાના પ્રયત્નોથી આ કામને સિંચાઈ વિભાગે મંજૂરી આપી છે. પંચાયત સિંચાઈ વિભાગ, અમરેલી હસ્તકના “કન્સ્ટ્રક્શન ઓફ ફલડ પ્રોટેકશન વોલ એટ ભાયાવદર વિલેજ નિયર સ્મશાન” કામ માટે રૂ. ૩૦.૮૯ લાખનો અંદાજ મંજૂર કરાયો છે. મંજૂરી બાદ આગામી દિવસોમાં કામની શરૂઆત થવાની છે, જે પૂર દરમિયાન ગામને રક્ષણ આપશે અને સ્થાનિકો માટે રાહતરૂપ બનશે.