ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઈ રહી. એક પછી એક સતત માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ગોધરા હાઇવે રોડ પર ભામૈયા ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં ૨ યુવકોના કરૂણ મોત નિપજ્યાં હતા. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને યુવકોના મૃતદેહને પીએમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
આ મામલે મળતી માહિતી અનુસાર, ગોધરા હાઇવે રોડ ભામૈયા ચોકડી પાસે ટ્રક અને એકીટવવા વચ્ચે અકસ્માત સર્‌્ યો હતો. જેમાં એકીટવવામાં સવાર બે યુવકોના મોત નિપજ્યાં હતા. આ અકસ્માત સર્જાતાં લોકોના ટોળેટોળા વળી આવ્યા હતા. જે બાદ આ અકસ્માતની ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર ઘટના અંગે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કકરી છે. આ મામલે મૃતક યુવકોના ઘરે જાણ કરવામાં આવતા સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું