લીલીયા તાલુકાના લોકા ગામે લગ્ન બાબતે માથાકૂટ થઈ હતી. આ અંગે હિરાકામ કરતાં સુરેશભાઈ ભીમજીભાઈ દેત્રોજા (ઉ.વ.૩૦)એ તેમના જ ગામના કિશનભાઇ મધુભાઇ રાનેરા, જનકભાઇ મધુભાઇ રાનેરા તથા મધુભાઇ રામજીભાઇ રાનેરા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમણે જનકભાઈને ફોન કરીને પોતાની ભાણેજ સાથે લગ્ન ન કરવાનું જણાવ્યું હતું. જેથી તેમને સારું નહોતું લાગ્યું અને ઉશ્કેરાઈ જઈ તું અમારા સંબંધમાં વચ્ચે પડમાં કહી ધારીયાના ઘા માર્યા હતા. ઉપરાંત પાઈપ વડે મુંઢમાર મારી ઈજા પહોંચાડી હતી. લીલીયા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એસ.એ.ગોહીલ વધુ તપાસ કરી રહ્યા છે.