ખાંભા તાલુકાનું છેવાડાનું ભાણીયા ગામ જ્યોતિગ્રામ યોજનાથી વંચિત હોવાથી ધારાસભ્ય જે.વી. કાકડીયા દ્વારા જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરી ગામને આ યોજનાનો લાભ અપાવતા ગ્રામજનોમાં ખુશી પ્રસરી જવા પામી છે. આ તકે કાળુભાઇ ફીંડોળીયા, જીઇબી અધિકારીઓ, ગામના સરપંચ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.