બગસરાના ભાડેર મુકામે સાવલિયા પરિવાર દ્વારા શ્રીમદ્ દેવી ભાગવત સપ્તાહનું ૧૨થી ૨૦ મે સુધી આયોજન કરવામાં આવ્યું હતું. ભાડેર મુકામે સાવલિયા પરિવારનાં કુળદેવી ખોડિયાર માતાજીના મંદિરના લાભાર્થે આ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહનું રસપાન જોગીદાદા પી. વ્યાસ સુરત વાળા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સપ્તાહમાં રાસ ગરબા, ડાયરા જેવા અનેક ધાર્મિક પ્રસંગો યોજાયા હતા જેમાં લોકો ભક્તિના રંગે રંગાયા હતા.