અમરેલી જિલ્લામાં રાજ્યના અંતરિયાળ જિલ્લાના અનેક લોકો મજૂરી અર્થે આવ્યા છે. ધારીના ભાડેર ગામે મજૂરી અર્થે આવેલી એક મહિલાએ ઓપરેશન કરાવ્યાના ૧૦ દિવસ બાદ હાર્ટ અટેકથી મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ અંગે મૂળ દાહોદ જિલ્લાના ફતેહપુરા તાલુકાના ટીડીગોળી વણાસીયા કુઈના અને હાલ ભાડેર ગામે વાડીએ રહીને મજૂરી કરતાં અનીલભાઈ રમેશભાઈ બારૈયા (ઉ.વ.૨૯)એ જાહેર કર્યા મુજબ, દસેક દિવસ પહેલા તેમના પત્નીએ નસ સંબંધી ઓપરેશન કરાવ્યું હતું. જે બાદ ડાબા પગે સોજા ચડી ગયા હતા અને દવા લેતા સારું થઈ ગયું હતું. બે દિવસ પહેલા સવારે સાડા નવ વાગ્યાની આસપાસ હાર્ટઅટેક આવતાં મોત થયું હતું. સાવરકુંડલા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરી વધુ તપાસ કરી રહ્યા છે.