બગસરા તાલુકાના લુંઘીયા તેમજ કાગદડી ગામના ખેડૂત તેમજ ખેતમજૂરોના ૨૫ જેટલા બાળકો માધ્યમિક શિક્ષણ લેવા ભાડેર ગામની શાળામાં જાય છે.એસટી બસની સુવિધાના અભાવે વિદ્યાર્થીઓને પરેશાનીનો સામનો કરવો પડે છે. સમયસર પહોંચી ન શકાતું હોવાથી અભ્યાસ પર ઘણી ઊંડી અસર થઈ રહી છે. જેથી વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈ વિદ્યાર્થીઓ માટે એસટીનો નવો રૂટ શરૂ કરવા માટે લુંઘીયા ગ્રામ પંચાયતના સરપંચ કિશોરભાઈ કાનકડે બગસરા એસટી ડેપો મેનેજરનો રજૂઆત કરી હતી.