મકાન કે દુકાન ભાડે આપતા પહેલા ભાડુઆતની નોંધણી નજીકના પોલીસ સ્ટેશનમાં કરાવવી ફરજિયાત છે. આ નિયમનું ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી (કાયદો અને વ્યવસ્થા વિભાગ), ગાંધીનગર દ્વારા જિલ્લામાં ભાડુઆત નોંધણી ચકાસણી માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. SOG પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ચૌધરી અને PSI એન.બી. ભટ્ટની ટીમે અમરેલી શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન તપાસ કરતા ચાર મકાન માલિકોએ પરપ્રાંતીય વ્યક્તિઓને મકાન ભાડે આપ્યા હોવા છતાં પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવી ન હતી. આ ચારેય મકાન માલિકો – મુસાભાઈ ઈબ્રાહીમભાઈ મંડલ, હિમ્મતભાઈ દેવેન્દ્રભાઈ પોપટભાઈ શેલડીયા અને જયરાજભાઈ દિલિપભાઈ વર્ણાગર વિરુદ્ધ B.N.S. કલમ-૨૨૩ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.