ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માએ ઇસ્લામના મહાન પયગંબર મોહમ્મદ વિરૂદ્વ વિવાદાસ્પદ ટીપ્પણી કરતા દેશ સહિત વિદેશમાં વિરોધ થઇ રહ્યો છે, ત્યારે મૌલાના તૌકીર રઝાએ ૧૭ જૂને ધરણા પ્રદર્શનની જોહેરાત કરી છે.તેમણે નૂપુર શર્માની ટિપ્પણીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે પયગંબર વિશે ટિપ્પણી સાંખી લેવાય એવી નથી. ભાજપ લોકસભાની ચૂંટણી જીતવા માટે નુપુર શર્માની હત્યા કરાવી શકે છે.
પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર નુપુર શર્મા સામેનો વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો. યુપીમાં પોલીસ પણ ઘણી સતર્ક છે. બરેલીમાં આઇએમસી ચીફ મૌલાના તૌકીર રઝાએ ૧૭ જૂને ધરણા પ્રદર્શનની જોહેરાત કરી છે. મૌલાનાએ કહ્યું કે અમે લાઠીચાર્જ અને ગોળીઓ ખાવા માટે તૈયાર છીએ, જેલમાં જવા માટે તૈયાર છીએ કારણ કે પયગંબરના મહિમામાં ટિપ્પણી સહન કરી શકાય નહીં,
મૌલાના તૌકીર રઝાએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહાભારતના ધૃતરાષ્ટ્ર કહ્યા અને ગાંધીની હત્યા માટે ભાજપ અને આરએસએસને જવાબદાર ઠેરવતા કહ્યું કે ૨૦૨૪ની ચૂંટણી જીતવા માટે ભાજપ અને આરએસએસને ગાંધીની જેમ નુપુર શર્માની હત્યા કરાવી શકે છે. તેમણે કહ્યું કે અમારી નારાજગી હિન્દુ સમાજ સાથે નથી, અમારી નારાજગી ઉત્તર પ્રદેશ સરકાર સાથે નથી, અમારી નારાજગી જિલ્લા પ્રશાસન સાથે નથી, પોલીસ સાથે નથી.ભાજપ ચૂંટણી જીતવા માટે નુપુર શર્માની હત્યા કરાવી શકે છે તેમ મૈલાના તૈકીર રઝાએ જણાવ્યું હતું,કોઇપણ પગલાં લેતા નથી અને ઉશ્કેરણી કરી રહ્યા છે. અમે શાંતિથી વિરોધ પ્રદર્શન કરીશું.