રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ના વડા શરદ પવારે મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડમાં કાર્યકરોને સંબોધતા એક મોટું નિવેદન આપ્યું છે. ભારતીય જનતા પાર્ટી સાથે ગયેલા લોકોને તકવાદી ગણાવતા, તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આવા લોકોને એનસીપીમાં સ્થાન મળશે નહીં. પવારે કહ્યું કે ‘અમે બધાને સાથે લેવામાં માનીએ છીએ.’ પરંતુ આનો અર્થ એ નથી કે આપણે ભાજપ સાથે ગયેલા લોકોને સાથે લઈ જઈશું. આપણે તકવાદીઓ સાથે જઈ શકતા નથી.’
શરદ પવારે પોતાના સંબોધનમાં ગાંધી, નેહરુ, ફૂલે, શાહુ અને આંબેડકરના વિચારોને અનુસરનારાઓને આવકારવાની વાત કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જેઓ આ મૂલ્યો અને વિચારધારા સાથે છે તેમને પાર્ટીમાં સંપૂર્ણ સન્માન આપવામાં આવશે. આ સાથે, તેમણે કાર્યકરોને આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે તૈયાર રહેવાનું પણ આહ્વાન કર્યું.
પવારે કાર્યકરોને ખાતરી આપી હતી કે જા કોઈ તેમના વિચારો સાથે જાડાઈને પાર્ટીમાં જાડાશે, તો વરિષ્ઠ નેતાઓ તેમના યોગદાન પર વિચાર કરશે. તેમણે કહ્યું, ‘ચૂંટણીની ચિંતા કરશો નહીં. જે કોઈ અમારી સાથે આવે છે અને અમારા વિચારો સાથે જાડાયેલ રહે છે. તેમને સંપૂર્ણ તક મળશે. હું તમને ખાતરી આપું છું કે મ્યુનિસિપલ ચૂંટણીઓમાં તમારે કોઈ પણ બાબતની ચિંતા કરવાની જરૂર નથી.’
શરદ પવારનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બંને રાષ્ટ્રવાદી પક્ષો (એનસીપી અને એનસીપી એસપી)ના એકીકરણ અંગે ચર્ચાઓ જારશોરથી ચાલી રહી છે. પવારે સ્પષ્ટ કર્યું કે તેમનો પક્ષ તકવાદને નહીં, વિચારધારાને પ્રાથમિકતા આપશે. આ નિવેદન ભાજપ અને તેના સાથી પક્ષોને સ્પષ્ટ સંદેશ માનવામાં આવી રહ્યું છે કે પવાર કોઈપણ પ્રકારના જાડાણ માટે તૈયાર નથી.
પક્ષના ૨૬મા સ્થાપના દિવસે, અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ કહ્યું હતું કે ‘હરીફ જૂથો માટે ફરીથી એક સાથે આવવાનો કોઈ પ્રસ્તાવ નથી.’ જ્યારે એનસીપી (શરદચંદ્ર પવાર) ના સાંસદ સુપ્રિયા સુલેએ પણ આ મુદ્દા પર કોઈ નિવેદન આપવાનું ટાળ્યું હતું જે તાજેતરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ૨૬ વર્ષ પહેલાં શરદ પવાર દ્વારા રચાયેલી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ૨૦૨૩માં બે જૂથોમાં વિભાજીત થઈ ગઈ હતી. જ્યારે તેમના ભત્રીજા અજિત પવારે પાર્ટીથી પોતાનું વલણ અલગ કર્યું હતું. તેમણે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન આ કર્યું હતું. ત્યારબાદ તેઓ ભાજપ-શિવસેના સાથે જાડાણમાં જાડાયા હતા.