ઉજજૈનના સાંસદ અનિલ ફિરોજિયાનું વજન ૧૨ કિલો ઓછું થવાથી શહેરના વિકાસમાં ૧૨ હજાર કરોડ રૂપિયા આવવાની આશા છે.હકીકતમાં કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ વજન ઓછું કરવાના બદલે સાંસદ ફિરોજીયાને કહ્યું હતું કે જેટલું વજન ઓછું કરશો તેટલા હજાર કરોડ રૂપિયા વિકાસ કાર્યો માટે આપશે ઉજજૈનના સાંસદ અનિલ ફિરોજીયાએ કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીની વાત પર અમલ કર્યો અને પોતાનું વજન ઓછું કર્યું હવે નીતીન ગડકરીથી બજેટ મળવાની આશા રાખી રહ્યાં છે.
આ બાબતે સાંસદ ફિરોજીયાએ કહ્યું કે હું વિશ્વનો સૌથી મોંધો સાંસદ છું કારણ કે ગડકરીએ મંચથી કહ્યું હતું કે અનિલ તમે એક કિલો વજન ઓછું કરશો તો વિકાસ માટે તમને એક હજાર કરોડ રૂપિયા આપીશ તેમણે કહ્યું કે જે વડાપ્રધાન મોદી અને નીતીન ગડકરી કહે છે તે તેઓ કરે છે.આથી મેં જીદ પકડી અને હાલ લગભગ ૧૨ કિલો વજન ઓછું કર્યુું છે તો અમે અમારા ઉજ્જૈનના વિકાસ માટે વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીથી માંગ કરીએ છીએ કે તે અમને વધુ આશીર્વાદ આપી દે
આ મામલો ત્રણ મહીના પહેલાનો છે.જયારે કેન્દ્રીય મંત્રી ગડકરીએ ઉજજૈનમાં ૨૩ ફેબ્રુઆરીએ વિકાસ કાર્યોની જાહેરાતની વચ્ચે આરોગ્યને લઇને પણ વાત કહી હતી તેમણે કહ્યું હતું કે તેમનું વજન પહેલા વધુ હતું પરંતુ હવે ઓછી કરી લીધુ છે.તે દરમિયાન ગડકરીએ ઉજજૈનથી સાંસદ અનિલ ફિરોજીયાને પણ વજન ઓછું કરવાની સલાહ આપી દીધી હતી