પોતાના બેબાક નિવેદનો માટે જોણીતા સુબ્રમણ્યમ સ્વામી હાલના દિવસોમાં પોતાની જ પાર્ટીથી નારાજ ચાલી રહ્યાં છે અર્થવ્યવસ્થાથી લઇ વિદેશ મામલા સુધી તેઓ મોગી સરકારની ટીકા કરે છે.હવે એકવાર ફરી ટિવટરના માધ્યમથી એકવાર ફરી સ્વામીની નારાજગી જોવા મળી.તેમણે વડાપ્રધાનનું નામ લીધા વિના તેમને ઇર્ષ્યાળુ અને હીન ભાવનાથી ગ્રસ્ત બતાવ્યા એટલું જ નહીં સ્વામીએ વિદેશ મંત્રી એસ જયશંકરને પણ નિષ્ફળ બતાવ્યા.
વિદેશ મંત્રી એસ જયશંકરી ટીકા કરતા સ્વામીએ કહ્યું કે એ હાસ્યાસ્પદ છે કે એક જેએનયુથી અભ્યાસ કરી બહાર આવેલ વ્યક્તિ જે નોકરશાહથી વિદેશ મંત્રીની સફર કર્યો છે.તે નાના ટાપુ સિંગાપુરમાં વડાપ્રધાન સહિત આઠ મંત્રીઓથી અલગ અલગ મળે છે પરંતુ ખાલી હાથ પાછા ફરે છે.તેમણે કટાક્ષના અંદાજમાં પુછયું કે સિગાપુરની બાદ આગામી ટારગેટ સેશેલ્સ છે સેશેલ્સ એક નોનો દેશ છે જે બે ટાપુ ટાપુઓને મિલાવીને બન્યો છે.
અહીં તેના ટ્વીટ પર એક યુઝરે કહ્યું કે સર તમારે દેશના નાણાંમંત્રી હોવું જોઇએ સ્વામીની નારાજગી વધુ ખુલ્લી રીતે બહાર આવી તેમણે યુઝરને જવાબ આપતા કહ્યું કે એક ભણેલો વ્યક્તિ મંત્રી ત્યારે સારૂ પ્રદર્શન કરી શકે છે. જયારે વડાપ્રધાનમાં ઇર્ષ્યા અને હીન ભાવના ન હોય અને ન તો ક્રેડિટ લેવા જેવી કોઇ બીમારી હોય.
અહીં તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે આથી મોરારજી દેસાઇ સારા પગલા ઉઠાવ્યા ન હતાં જયારે ઇન્દીરા ગાંધી વડાપ્રધાન હતાં. ડો.આંબેડકર અને એસ પી મુખર્જી પણ જવાહર લાલ નહેરૂના વડાપ્રધાન રહેતા યોગ્ય નિર્ણય લઇ શકયા નહીં
સ્વામીના આ વલણને જોતા યુઝર વડાપ્રધાન મોદીનું નામ લઇ પુછલા લાગ્યા કે શું તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરી રહ્યાં છો તો તેના જવાબ તેમણે ફકત વેટર શબ્દ લખીને આપ્યો એ યાદ રહે કે વડાપ્રધાન પોતાને
આપને પ્રધાનસેવક બતાવી રહ્યાં છે સ્વામી અર્થવ્યવસ્થાને લઇ કરવામાં આવેલા નિર્ણયો પર પણ સરકારની ભારે ટીકા કરતા રહ્યાં છે.