હરિયાણાની ભાજપ સરકારના ગૃહ મંત્રીએ અચાનક હાઇવે પર પહોંચીને બધાને ચોંકાવી દીધા હતા. મંત્રીએ જોતે જ ટ્રાફીકની વ્યવસ્થા સંભાળી લેતા પોલીસ ટેન્શનમાં આવી ગઇ હતી. ગૃહ મંત્રી ખાસ્સો સમય હાઇવે પર રોકાયા હતા અને ટ્રાફીક નિયમોનું પાલન નહીં કરનાર ટ્રક ડ્રાઇવરોને દંડ ફટકાર્યો હતો.
પોતાની કાર્યશૈલી માટે જોણીતા હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજનો કાફલો અમૃતસર દિલ્હી નેશનલ હાઈવે પર અચાનક થંભી ગયો હતો. મંત્રી અનિલ વિજ પોતે કારમાંથી નીચે ઉતર્યા અને એક વ્યવસ્થિત ટ્રાફિક પોલીસની જેમ જીટી રોડની વચ્ચે આવીને ઉભા રહી ગયા હતા. મંત્રીએ રોંગ સાઇડ પર દોડતી ટ્રકોને અટકાવીને રસીદ ફડાવીને દંડ વસુલ્યો હતો. વિજ નેશનલ હાઈવે પર આવતાની સાથે જ એસપી અંબાલા સહિત તમામ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વિજે પોતે જ ખોટી લેનમાં દોડતી ટ્રકોને રોકીને ટ્રાફિક પોલીસને સોંપી હતી.
ભાજપની હરિયણા સરકારમાં ગૃહ મંત્રી અનિલ વિજ સખત તડકામાં જીટી રોડ પર લાંબો સમય રોકાયા હતાઅને કાર્યવાહી ચાલુ રાખી હતી. મંત્રી વિજે આ દરમ્યાન મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવા અને કરાવવાને કારણે દર વર્ષે લગભગ દસ હજોર અકસ્માતો થાય છે, જેમાં પાંચ હજોર લોકોના અકસ્માતમાં મોત થાય છે અને નવ હજોર લોકો ઘાયલ થાય છે. મંત્રી વિજે કહ્યું કે તમામ હાઇવે પર ઓટોમેટિક સ્પીડ ચેકિંગ કેમેરા લગાવવામાં આવી રહ્યા છે.
હરિયાણાના ગૃહ મંત્રીએ કહ્યું કે આજે મેં પોતે જોયું કે આખા રસ્તાને ઘેરીને હાઈવે પર ૩-૪ ટ્રકો દોડી રહી છે, જેમવી સામે તેમણે રસીદ ફાડીને દંડ વસૂલ્યો હતો.. વિજે કહ્યું કે તેમણે રાજ્યના તમામ ડીસીપી, એસપી, ડીએસપી અને અધિકારીઓને આદેશ આપ્યો છે કે તેઓ ટ્રક ડ્રાઈવરોને ટ્રાફિકના નિયમોનું કડકપણે પાલન કરાવે.
અનિલ વિજની સાથે તમામ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વિજના ઓચિંતા ચેંકીંગ દરમ્યાન ત્યાં પહોંચેલા અંબાલાના પોલીસ કેપ્ટને પણ સ્વીકાર્યું કે મોટાભાગના અકસ્માતો આ ભારે વાહનોના કારણે થાય છે. એસપી અંબાલા જશનદીપ રંધાવાએ પણ સ્વીકાર્યું હતું કે ગૃહ મંત્રી વિજનું આ એકશન અન્ય પોલીસ અધિકારીઓને ક્યાંક ને ક્યાંક પ્રેરણા આપશે, જેનાથી ઘણા લોકોના જીવ બચાવી શકાશે.