એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત પછી, આજે ઇન્ડિયા એલાયન્સનો પોતાના ઉમેદવારની જાહેરાત કરવાનો વારો છે. સંસદ ભવનમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક યોજાઈ છે જેમાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની ચર્ચા કરવામાં આવી છે. અત્યાર સુધી વિપક્ષી પક્ષ તરફથી કોઈ ઉમેદવારનું નામ બહાર આવ્યું નથી. દરમિયાન, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તમામ વિપક્ષી નેતાઓને ફોન કરીને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે સીપી રાધાકૃષ્ણનનું નામ આપીને સમર્થન માંગ્યું છે. રવિવારે સાંજે તેમણે કોંગ્રેસ પ્રમુખ મલીકાર્જુના ખડગે સાથે વાત કરી અને રાધાકૃષ્ણન માટે સમર્થન માંગ્યું.તમને જણાવી દઈએ કે ૯ સપ્ટેમ્બરે યોજાનારી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી દ્ગડ્ઢછ વતી રાજનાથ સિંહની દેખરેખ હેઠળ યોજાશે. કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુને ચૂંટણી એજન્ટ બનાવવામાં આવ્યા છે.એનડીએએ રવિવારે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી. મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદ માટે એનડીએઉમેદવાર હશે. રવિવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં સીપી રાધાકૃષ્ણનનું નામ મંજૂર કરવામાં આવ્યું હતું. સીપી રાધાકૃષ્ણન ૨૧ ઓગસ્ટે ઉમેદવારી નોંધાવશે. આ દરમિયાન દ્ગડ્ઢછ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે.એનડીએના આંકડાઓ જાતાં, એવું ચોક્કસ લાગે છે કે રાધાકૃષ્ણન આગામી ઉપરાષ્ટ્રપતિ બનશે. ઉપરાંત, પીએમ મોદીએ રાધાકૃષ્ણન પર દાવ લગાવીને વિપક્ષમાં ડામ નાખવાનો પ્રયાસ કર્યો છે. રાધાકૃષ્ણન તમિલનાડુના છે, તેથી હવે એ જાવું રસપ્રદ રહેશે કે ડીએમકે તેમનો વિરોધ કરે છે કે રાધાકૃષ્ણનના સમર્થનમાં મતદાન કરે છે.આ વખતે કુલ ૭૮૨ સાંસદો મતદાન કરવા માટે લાયક છે, જેમાંથી ૫૪૨ લોકસભાના અને ૨૪૦ રાજ્યસભાના છે. બહુમતી માટે ૩૯૨ સાંસદોની જરૂર પડશે. ૪૨૭ સાંસદો સરકારના પક્ષમાં હોવાનું કહેવાય છે જ્યારે વિપક્ષ પાસે ૩૫૫ સાંસદો છે. આમાં રસપ્રદ પાસું એ છે કે આમાંથી ૧૩૩ સાંસદો હજુ પણ અનિર્ણિત માનવામાં આવે છે, જે સમગ્ર ચૂંટણીની દિશા બદલી શકે છે.









































