કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મંગળવારે આક્ષેપ કર્યો હતો કે ઉત્તર પ્રદેશની ભારતીય જનતા પાર્ટી સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની જોહેર સભાઓમાં ભીડ એકત્ર કરવા માટે જનતાની મહેનતના કરોડો રૂપિયા ખર્ચી રહી છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે લોકો હવે ભાજપની રાજનીતિ સમજી ગયા છે, તેથી પૈસા ખર્ચીને ચહેરો બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
કોંગ્રેસના ઉત્તર પ્રદેશ પ્રભારીએ ટ્‌વીટ કર્યું, “લોકડાઉન દરમિયાન, જ્યારે દિલ્હીથી લાખો મજૂર બહેનો અને ભાઈઓ યુપીમાં તેમના ગામો તરફ પાછા ફરી રહ્યા હતા, ત્યારે ભાજપ સરકારે મજૂરોને બસો આપી ન હતી. પરંતુ, સરકાર વડાપ્રધાન અને ગૃહમંત્રીની રેલીઓમાં ભીડ લાવવા માટે જનતાની મહેનતના કરોડો રૂપિયા ખર્ચી રહી છે.
પ્રિયંકા ગાંધીએ દાવો કર્યો કે, “યુપીના દરેક ગામમાં ભાજપ પ્રત્યે ભારે નારાજગી છે. ‘જુમલાની રાજનીતિ અને ફિક્કા પકવાની ભાજપની રાજનીતિને લોકો સમજી ગયા છે. તો કરોડો રૂપિયાનું રોકાણ કરીને માત્ર ફેસ સેવિંગની કવાયત ચાલી રહી છે.ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદી હવે થોડા સમય પછી પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્‌ઘાટન કરવા જઈ રહ્યા છે.