તેલંગાણાના હૈદરાબાદમાં રચાકોંડા પોલીસે બીજેપી નેતા જીટ્ટા બાલકૃષ્ણ રેડ્ડીની ધરપકડ કરી છે. તે જ સમયે, પોલીસે તેલંગાણાના સીએમ પર અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ બંડી સંજય કુમાર વિરુદ્ધ કેસ નોંધ્યો છેમળતી માહિતી મુજબ, હયાતનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૧૦૯ અને કલમ ૧૧૪, ૫૦૪, ૫૦૫ (૨) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે કહ્યું કે બંધારણીય પદ પર રહેલા વ્યક્તિનું અપમાન કરવામાં આવ્યું છે. તેલંગાણા રાષ્ટ્ર સમિતિની સોશિયલ મીડિયા વિંગે પોલીસનો સંપર્ક કર્યો અને આરોપ લગાવ્યો.
તેમની ફરિયાદમાં જણાવાયું હતું કે, ભાજપના નેતાઓએ લોકોને ગેરમાર્ગે દોરવા અને નફરત અને અશાંતિ ફેલાવવાના ઈરાદાથી મુખ્યમંત્રી અને સરકાર પર ખોટા આક્ષેપો કર્યા હતા. આ સાથે સરકારી યોજનાઓને બદનામ કરવામાં આવી છે. લેખિત ફરિયાદના આધારે, હયાથનગર પોલીસ સ્ટેશનમાં બંડી સંજય, જીટ્ટા બાલકૃષ્ણ રેડ્ડી, રાની રુદ્રમા, બોડ્ડુ યેલન્ના, દારુવુ યેલન્ના અને તેમની ટીમ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા સંજય કુમારને નજરકેદ કરવામાં આવ્યા હતા. વાસ્તવમાં, બસ ભાડા વધારાને લઈને બીજેપી તેલંગાણામાં વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે. આ પહેલા પણ પોલીસે કાર્યવાહી કરતા નજરકેદ કરી છે. બંજોરા હિલ્સના જીૐર્ં શિવ ચંદ્રાએ આ જોણકારી આપી છે.