વિનોબા ભાવેએ કહ્યું છે કે, “સેવા હી ઉપાસના હૈ” ભારતીય જનતા પાર્ટીના ભીષ્મપિતા અટલ બિહારી બાજપાઈના કરકમલથી પાર્ટી દેશમાં વિકાસના માર્ગે પ્રગતિ કરી રહી છે. હાલના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ નીચે પાર્ટી વધુ ઊંચાઈ પ્રાપ્ત કરી રહી છે. તેમના વિકાસ માર્ગે ગુજરાતમાં ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ભારતીય જનતા પાર્ટીમાં અનુશાસન અને બંધારણ છે. સી.આર. પાટીલ સાહેબ પછી ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે કોણ ધુરા સંભાળે તે માટે નામાંકન કરવા માટે મોવડી મંચ દ્વારા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે માત્ર એક જ ફોર્મ ભરીને તેમને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
જગદીશભાઈ વિશ્વકર્મા ગ્રાઉન્ડ લેવલના કાર્યકરથી વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે. વિશ્વકર્મા સાહેબની નૈતિકતા, સ્પષ્ટ પ્રતિભા, સૌને સાથે રાખીને કાર્ય કરવાની કુશળતા તેમજ પક્ષને વફાદાર રહી જનતાના પ્રશ્નોને વાચા આપતા ધારાસભ્ય અને મંત્રી રહ્યા છે. પ્રદેશ પ્રમુખ તરીકે પંચાયત માંડીને પાર્લામેન્ટની તમામ ચૂંટણીમાં બારીક અને માઇક્રો પ્લાનિંગથી પક્ષની જીત થાય તે માટે આયોજન અને અમલીકરણ કરવાનું હોય છે. આવા સમયે પ્રદેશ પ્રમુખ તરીકે કદાવર અને બાહોશ વ્યક્તિ જગદીશભાઈ વિશ્વકર્મા યોગ્ય રાજકીય વ્યક્તિ છે.
વર્ષ ૧૯૯૮માં તેઓ અમદાવાદના ઠક્કરબાપાનગરમાં બૂથ પ્રભારી બન્યા હતા. ત્યાર પછી ૨૦૧૩માં ભાજપમાં ગુજરાત ઉદ્યોગ સેલના સંયોજક બન્યા હતા. તેઓ અમદાવાદ ભાજપના પ્રમુખ પણ હતા. એ સમયે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ભાજપને હાઈએસ્ટ સીટ જીતાડવાનું ભગીરથ કાર્ય કર્યું. તેમનું વ્યક્તિત્વ કાર્યકરો અને પ્રજા સાથે જોડાયેલું રહ્યુ. વર્ષ ૨૦૧૨માં તેઓ પહેલી વખત નિકોલની બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ૨૦૧૭માં તેઓ ફરીથી આ બેઠક પર ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં જગદીશ વિશ્વકર્મા (પંચાલ) રાજ્યકક્ષાના મંત્રી છે. તેમની પાસે સહકાર, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, કુટીર, ખાદી, ગ્રામ્ય ઉદ્યોગ, નમક ઉદ્યોગ જેવા વિભાગો છે. તેમના મંત્રી તરીકેના સમયગાળામાં સરકારની વિવિધ યોજનાઓ આમ પ્રજા સુધી પહોંચે તેવા ભગીરથ કાર્યો કર્યા છે. તેમની સ્વચ્છ પ્રતિભા નીખરી રહી છે.
આ ઉપરાંત તેઓ મુદ્રણ અને સ્ટેશનરીનો સ્વતંત્ર હવાલો સંભાળે છે. તેઓ ઉદ્યોગ, માર્ગ અને મકાન તથા વન અને પર્યાવરણ મંત્રાલયના સહાયકમંત્રી પદે પણ છે. અગાઉ સપ્ટેમ્બર ૨૦૨૧થી ડિસેમ્બર ૨૦૨૨ દરમિયાન જગદીશ વિશ્વકર્માએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન, માર્ગ અને મકાન, મીઠા ઉદ્યોગ, મુદ્રણ અને સ્ટેશનરી અને પ્રોટોકોલ વિભાગોનો હવાલો સંભાળ્યો હતો.
આ વર્ષે ફેબ્રુઆરીમાં ગુજરાત સરકારે કેટલીક જગ્યાએ કથિત ગેરકાયદે બાંધકામો તોડયા હતા ત્યારે જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે “અમદાવાદ, દ્વારકા અને સોમનાથમાં ચોક્કસ સમુદાયના લોકો ગેરકાયદે બાંધકામો અને દબાણ કરવા માટે જવાબદાર છે.” જગદીશ વિશ્વકર્મા રાષ્ટ્રસેવાને પ્રાધાન્ય આપે છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં ભાજપના જે પ્રદેશ પ્રમુખો આવ્યા તેમાં શંકરસિંહ વાઘેલા સૌથી વધુ આઠ વર્ષ સુધી પ્રમુખ રહ્યા હતા. અન્ય આગેવાનોમાં રાજેન્દ્રસિંહ રાણા સાત વર્ષ, રણછોડભાઈ ફળદુ ૬ વર્ષ અને ૧૮ દિવસ સુધી પ્રદેશ પ્રમુખ હતા. સી.આર. પાટીલ પાંચ વર્ષ અને બે મહિના કરતાં વધુ સમયથી આ હોદ્દા પર હતા. તેમનો કાર્યકાળ ૨૦૨૩માં પૂરો થયો હતો, પરંતુ બે વખત તેમની મુદ્દત લંબાવવામાં આવી હતી. જગદીશ વિશ્વકર્માએ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી વખતે જે ઍફિડેવિટ ફાઇલ કરી હતી તે પ્રમાણે તેમની સામે કોઈ એફઆઈઆર કે કોર્ટ કેસ નથી. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી એસવાયબીએ સુધી અભ્યાસ કર્યો છે.
ત્રીજી આૅક્ટોબરે પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાના હતા, જેમાં એકમાત્ર જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ ઉમેદવારી નોંધાવી હતી. આથી તેમની પ્રમુખ પદે પસંદગી થઈ છે. વર્ષ ૧૯૭૩માં જન્મેલા જગદીશ વિશ્વકર્મા અમદાવાદમાં નિકોલના ધારાસભ્ય છે અને લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ અન્ય પછાત વર્ગ (ઓબીસી)માંથી આવે છે જે સૂચક ગણવામાં આવે છે, કારણ કે આગામી ચૂંટણીઓમાં ઓબીસી મત નિર્ણાયક સાબિત થાય તેમ છે. ગુજરાત ભાજપે ગુરુવારે પોતાના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય કાઉન્સિલના સભ્યોની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. રસ ધરાવતા ઉમેદવારોએ શુક્રવારે બપોરના બે વાગ્યા સુધીમાં પોતાના ઉમેદવારીપત્રો ગાંધીનગર સ્થિત હેડક્વાર્ટરમાં જમા કરાવવાના હતા. તેમાં માત્ર જગદીશ વિશ્વકર્માએ ઉમેદવારી નોંધાવી હતી. પક્ષ દ્વારા તેમની નિયુક્તિ કરવામાં આવી છે. જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ સ્વયં પોતે કારપેન્ટર છે. દેશની વિવિધ યોજના થકી વિકાસના માર્ગે ભારતીય જનતા પાર્ટીને ઊંચાઈ અપાવશે તેવા અભિગમથી તેમની નિયુક્તિ થઈ છે ત્યારે તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. રાજ્ય સરકારમાં આપ પ્રદેશ પ્રમુખ તરીકે જનતા જનાર્દન બનીને સિદ્ધિ પ્રાપ્ત કરો તેવી અંતરની શુભેચ્છા.. વંદે માતરમ ભારત… માતાકી જય.. mo.૯૮૨૫૭૦૨૨૮૨







































