ભાજપે પૂર્વ રાષ્ટિપતિ ડો.એપીજે અબ્દુલ કલામને રાજકીય આઈકોન બનાવવાનો નિર્ણય કર્યો છે. પાર્ટી કલામને બહુમતી પસમાંદા મુસ્લિમોમાં એક આદર્શ તરીકે સ્થાપિત કરવા માટે અભિયાન શરૂ કરવા જઈ રહી છે. ૨૭ જુલાઈ, ડા. કલામની પુણ્યતિથિથી લઈને ૧૫ ઓક્ટોબરે તેમના જન્મદિવસ સુધી, ભાજપ ‘સમ્માન સે ઉત્થાન કે લિયે’ ના નારા સાથે દેશભરમાં પસમાંદા સ્નેહ સન્માન યાત્રા શરૂ કરવા જઈ રહી છે. ભાજપ મુખ્યાલયમાં મળેલી ભાજપ લઘુમતી મોરચાની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મોરચાના રાષ્ટિય અધ્યક્ષ જમાલ સિદ્દીકીનું કહેવું છે કે યાત્રા દિલ્હીથી શરૂ થશે અને ભોપાલમાં સમાપ્ત થશે. ૧૪ રાજ્યોમાં ભાજપની સ્નેહ યાત્રા કાઢવામાં આવશે. આ રાજ્યોમાં લોકસભાની ૬૩ બેઠકો છે જ્યાં લઘુમતીઓની સંખ્યા ૩૨ ટકાથી લઈને ૯૮ ટકા સુધીની છે.સિદ્દીકીના જણાવ્યા અનુસાર, આ યાત્રા કેરળના વાયનાડમાં પણ નીકળશે, જે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની લોકસભા બેઠક છે. લઘુમતી મોરચાના રાષ્ટિય મીડિયા પ્રભારી યાસિર જિલાનીનું કહેવું છે કે આ યાત્રા ગોવામાં પણ યોજાશે.જા કે, ત્યાં લઘુમતીમાં ખ્રિસ્તીઓની વસ્તી મુસ્લિમ કરતાં વધુ છે. પરંતુ, કાર્યક્રમ અલ્પસંખ્યક મોરચાનો હોવાથી ભાજપની આ યાત્રા મુસ્લિમો સિવાયના લઘુમતીઓમાં પણ પહોંચશે.
ભાજપ લઘુમતી મોરચાના આંકડાઓ અનુસાર, આસામમાં ૭, બિહારમાં ૪, દિલ્હીમાં ૨, હરિયાણામાં ૨, જમ્મુ-કાશ્મીરમાં ૫, કેરળમાં ૮, લદ્દાખમાં ૧, મહારાષ્ટિમાં ૨, મધ્યપ્રદેશમાં ૩, મધ્યપ્રદેશમાં ૨. તેલંગાણા, તમિલનાડુની ૧ સીટ, ઉત્તર પ્રદેશની ૧૩ અને પશ્ચિમ બંગાળની ૧૩ સીટ પર મુસ્લિમોની વસ્તી ૩૨ થી ૯૮ ટકા સુધી છે. આ મુસ્લિમોમાં પણ પસમંદા મુસ્લિમોની વસ્તી લગભગ ૮૦ ટકા છે.
ભાજપના નેતાઓનું કહેવું છે કે પસમાંદા મુસ્લિમોની વસ્તી કુલ મુસ્લિમ વસ્તીના લગભગ ૮૦% છે. અન્ય પક્ષો પસમાંદાનો વોટબેંક તરીકે ઉપયોગ કરી રહ્યા છે. ક્યારેક તેમના નેતા દિગ્વિજય સિંહ, ક્યારેક ઓવૈસી તો ક્યારેક અન્ય નેતાઓ કહેવાય છે. આવીસ્થિતિમાં, અલ્પસંખ્યક મોરચો પસમંદા મુસ્લિમોને સમજાવવાનો પ્રયાસ કરશે કે તેમના વાસ્તવિક આઇકોન ડા. એપીજે અબ્દુલ કલામ છે.