કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભાજપ પત્રકારત્વને “મારવા”નો પ્રયાસ કરી રહી છે, પરંતુ અસત્યની સામે સત્ય ક્યારે રોકાયું છે?, ત્રિપુરામાં તાજેતરની હિંસાની ઘટનાઓને “કવર” કરી રહેલી બે મહિલા પત્રકારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવ્યા બાદ, કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ ટિપ્પણી કરી હતી.
પોલીસ દ્વારા મહિલા પત્રકારોની અટકાયતત્રિપુરામાં તાજેતરની હિંસાની ઘટનાઓનું રિપો‹ટગ કરતી બે મહિલા પત્રકારોને પોલીસે રવિવારે કસ્ટડીમાં લીધી છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વ હિંદુ પરિષદની ફરિયાદ બાદ ત્રિપુરામાં પત્રકાર સમૃદ્ધિ સકુનિયા અને સ્વર્ણ ઝા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, ત્યારબાદ ત્રિપુરા પોલીસે બે મહિલા પત્રકારોને કસ્ટડીમાં લીધી છે.મસ્જિદને નુકસાન થયું નથી
ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે, ત્રિપુરામાં તાજેતરના ભૂતકાળમાં કોઈ મસ્જિદના માળખાને નુકસાન થયું હોવાનો કોઈ કેસ નોંધાયો નથી અને લોકોએ શાંત રહેવું જોઈએ અને આવા નકલી સમાચારોથી ગેરમાર્ગે દોરાવું જોઈએ નહીં. એવા અહેવાલો ફેલાવવામાં આવ્યા છે કે, ત્રિપુરાના ગોમતી જિલ્લાના કાકરાબન વિસ્તારમાં એક મસ્જિદને નુકસાન થયું છે, આ અહેવાલો નકલી અને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. કાકરાબનના દરગાબજોર વિસ્તારમાં મસ્જિદને કોઈ નુકસાન થયું નથી અને ગોમતી જિલ્લામાં ત્રિપુરા પોલીસ શાંતિ જોળવવા માટે કામ કરી રહી છે.બનાવટી સમાચારો ફેલાવવામાં આવી રહ્યા છેગૃહ મંત્રાલયે કહ્યું કે, મહારાષ્ટ્રમાં ત્રિપુરા વિશેના બનાવટી સમાચારોના આધારે શાંતિ અને સંવાદિતાને ખલેલ પહોંચાડવાના હેતુથી હિંસા અને વાંધાજનક રેટરિકના અહેવાલો આવ્યા છે. તેથી કોઈપણ ભોગે શાંતિ જોળવી રાખવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, ત્રિપુરામાં બનેલી ઘટનાઓના વિરોધમાં શુક્રવારે મુસ્લિમ સંગઠનોની રેલીઓને પગલે મહારાષ્ટ્રના ભાગોમાં હિંસા ફાટી નીકળી હતી.