ભાજપનાં નેતા નૂપુર શર્મા દ્વારા મોહમ્મદ પયગંબર પર કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના પડઘા વડોદરા અને સુરત સાથે અમદાવાદમાં પણ પડ્યા છે. મોહંમદ પયગંબર વિશે કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં આજે લાલ દરવાજો વિસ્તારમાં આવેલું ઢાલગરવાડ બજોર અને ત્રણ દરવાજો બજોર આખું બંધ રાખવામાં આવ્યું છે. ઢાલગરવાડ અને ત્રણ દરવાજો વિસ્તારમાં આવેલા પાથરણાબજોરના વેપારીઓએ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે. દરિયાપુર વિસ્તારમાં પણ બંધ રાખવામાં આવ્યો હતો. ઉપરાંત સ્થાનિકોએ નૂપૂર શર્માની ધરપકડની માગ કરતાં બેનર લઈને રેલી કાઢી હતી.
આજે સવારે દસ વાગ્યાની આસપાસ રાબેતા મુજબ બજોર શરૂ થયું હતું. જોકે પાથરણાબજોરને ૧૨ વાગ્યા બાદ કેટલાક લોકોએ આવીને બંધ કરાવી દીધું હતું. પોલીસે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને ક્યાંય કોઇ અનિચ્છનીય ઘટના કે તોફાની ત¥વો કાંકરીચાળો ન કરે એને પગલે પેટ્રોલિંગ પણ શરૂ કર્યું હતું
ભાજપના નેતા નૂપુર શર્મા દ્વારા મોહમ્મદ પયગંબર પર કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના પગલે વિરોધ કરવા ગઈકાલે ગુરુવારે અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં બંધના મેસેજ વાઇરલ કરવામાં આવ્યા હતા, જેને પગલે લાલ દરવાજો, કારંજ, પટવાશેરી સહિતના આસપાસના વિસ્તારોના સ્થાનિક મુસ્લિમ આગેવાનો અને સ્થાનિક પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક યોજોઈ હતી. બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનોને શાંતિ તથા ભાઈચારાની એકતા જળવાઈ રહે એ માટે બંધ ન રાખવા સમજોવવામાં આવ્યા હતા અને તેઓ દ્વારા બંધ ન રાખવા સંમતિ દર્શાવી હતી. જોકે આજે બજોર ખૂલ્યાના બે કલાકમાં જ બંધ કરાવી દેવામાં આવ્યું હતું અને સમગ્ર ઢાલગરવાડ આજે બંધ જોવા મળ્યું હતું. એકપણ દુકાન ખુલ્લી જોવા મળી ન હતી. કેટલાક પાથરણાબજોરના વેપારીઓએ બજોર ચાલુ રાખ્યું હતું, પરંતુ પટવા શેરીના આસપાસનાં કેટલાંક અસામાજિક ત¥વોએ આવી એને બંધ કરાવ્યું હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું. ૧૦ જૂનના રોજ બંધના એલાનના મેસેજ વાઇરલ થતાં પોલીસ દ્વારા મુસ્લિમ આગેવાનો અને મૌલાનાને બોલાવીને લોકોને આવા બંધના મેસેજ પર ધ્યાન ન આપવા સમજોવ્યા હતા.
મુસ્લિમ આગેવાનો અને મૌલાના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ૧૦ જૂનના બંધના મેસેજ ફોટા વાઇરલ કરવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારનો બંધનો મેસેજ કોઈ જમાત કે અમારા દ્વારા આપવામાં આવ્યો નથી. લોકોએ આવા મેસેજ પર ધ્યાન આપવું જોઈએ નહીં અને પોતાના વેપારધંધા પર ધ્યાન આપવું જોઈએ, એવો વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો. જોકે પોલીસની સમજોવટ અને મુસ્લિમ આગેવાનોના બંધના એલાન પર ધ્યાન ન આપવાનું કહેવા છતાં પણ આજે અમદાવાદમાં લાલ દરવાજો વિસ્તારમાં બંધ પાળવામાં આવ્યો હતો.
મોહમ્મદ પયગંબર સામે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ હવે ભાજપનાં પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપૂર શર્મા સામે વડોદરામાં પણ રોષ જોવા મળ્યો છે. અજોણ્યા શખસોએ વડોદરા શહેરમાં જોહેર માર્ગ પર નૂપુર શર્મા અને નવીન જિંદાલની ધરપકડના પોસ્ટર ચોંટાડ્યા હતા. બે દિવસ પહેલાં સુરતના જીલાણી બ્રિજ પર નૂપુર શર્માની ધરપકડ કરવાની માગ સાથે ફોટોવાળાં પેમ્ફલેટ લગાડવામાં આવ્યાં હતાં, જેને લઇને શહેરભરમાં ચર્ચા શરૂ થઈ હતી.