ભાજપ નેતા નવનીત રાણાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ગઈકાલે રાત્રે ૨ વાગ્યાની આસપાસ તેમને ૮ થી ૯ ફોન આવ્યા હતા, જ્યારે તેમના પતિ રવિ રાણાને પણ ધમકીભર્યા ફોન આવ્યા હતા. નવનીત રાણાના એક નજીકના મિત્રએ જણાવ્યું કે પાકિસ્તાની નંબરો પરથી અલગ અલગ ફોન આવતા હતા.
હાલમાં, નવનીત રાણા દ્વારા મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવી રહ્યો છે. ફોન કરનારે ધમકી આપતા કહ્યું, ‘હિન્દુ સિંહણ, તું થોડા દિવસની મહેમાન છે, ન તો તારું સિંદૂર બચશે અને ન તો તેને લગાવનાર.’ હાલમાં, મુંબઈ પોલીસ ફરિયાદના આધારે તપાસ કરશે.
નવનીત કૌર રાણા એક ભૂતપૂર્વ અભિનેત્રી અને રાજકારણી છે. તેમનો જન્મ મુંબઈમાં એક પંજાબી પરિવારમાં થયો હતો, અને તેમના પિતા આર્મી ઓફિસર હતા. રાજકારણમાં પ્રવેશતા પહેલા, તેણીએ તેલુગુ, કન્નડ, મલયાલમ, પંજાબી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે ઘણા મ્યુઝિક આલ્બમમાં પણ કામ કર્યું છે. તેમણે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી અમરાવતીથી રાષ્ટÙવાદી કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર લડી હતી પરંતુ હારી ગયા હતા. ૨૦૧૯ માં, તેમણે કોંગ્રેસ અને એનસીપીના સમર્થનથી અમરાવતીથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી જીતી. ૨૦૨૪માં ભાજપની ટિકિટ પર અમરાવતીથી ચૂંટણી લડી હતી પરંતુ કોંગ્રેસ સામે હારી ગઈ હતી. તે ઘણીવાર પોતાના નિવેદનોને કારણે સમાચારમાં રહે છે.
રવિ નવનીતનો પતિ છે. તેઓ અમરાવતીના બડનેરાના ધારાસભ્ય છે. તેમણે અમરાવતી કોલેજમાંથી બી.કોમ.ની ડિગ્રી મેળવી. તેઓ ૨૦૦૯, ૨૦૧૪ અને ૨૦૧૯માં બડનેરાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમને મહારાષ્ટÙના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નજીકના માનવામાં આવે છે. નવનીત અને રવિ ૨૦૦૯-૨૦૧૧ ની વચ્ચે બાબા રામદેવના યોગ શિબિરમાં મળ્યા હતા, જ્યાં તેમની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ. રવિ અને નવનીત બંને પોતાના નિવેદનો અને હિન્દુત્વની છબીને કારણે સમાચારમાં રહે છે.