ભારતીય જનતા પાર્ટીના નેતા કિરીટ સોમૈયાની પત્ની ડા. મેધા કિરીટ સોમૈયાએ શિવસેનાના નેતા સંજય રાઉત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદ મુંબઈના મુલુંડ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. મેધાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે સંજય રાઉતે મીડિયામાં તેમની વિરુદ્ધ દુર્ભાવનાપૂર્ણ અને અયોગ્ય નિવેદનો કર્યા છે. કીરીટ સોમૈયાની પત્નીએ પણ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે રાઉતે માત્ર તેના ચારિત્ર્યનું અપમાન જ નથી કર્યું, પરંતુ તેને ધમકીઓ પણ આપી છે. મેધાએ વરિષ્ઠ પોલીસ નિરીક્ષકને સંજય રાઉત વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૫૦૩, ૫૦૬ અને ૫૦૯ હેઠળ એફઆઈઆર નોંધવા વિનંતી કરી છે.
આ પહેલા ડા.મેધા કિરીટ સોમૈયાએ સંજય રાઉતને માનહાનિની નોટિસ મોકલી હતી. તેણે પોતાની નોટિસમાં કહ્યું હતું કે જા શિવસેનાના સાંસદ ૪૮ કલાકની અંદર માફી નહીં માંગે તો તે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરશે. હકીકતમાં, થોડા સમય પહેલા સંજય રાઉતે કથિત શૌચાલય કૌભાંડને લઈને મેઘા સોમૈયા પર ઘણા આરોપો લગાવ્યા હતા.
સંજય રાઉતે કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં સોમૈયા પરિવારના ૧૦૦ કરોડના શૌચાલય કૌભાંડને સામે લાવશે.જેના જવાબમાં કિરીટ સૌમ્યાની પત્નીએ રાઉત પર વળતો પ્રહાર કર્યો છે. અગાઉ સંજય રાઉતે નેવલ સર્વિસમાંથી ડિકમિશન કરાયેલ એરક્રાફ્ટ કેરિયર ‘વિક્રાંત’ના કૌભાંડ મામલે કિરીટ સોમૈયા પર પણ પ્રહારો કર્યા હતા.
બીજી તરફ કિરીટ સોમૈયાએ રાઉત દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે મીડિયાને કહ્યું કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારની પોલીસ ગુંડાગીરી કરી રહી છે. બનાવટી સહીઓ કરીને તેમની સામે બનાવટી કેસ દાખલ કરવામાં આવી રહ્યો છે.
વાસ્તવમાં આ સમગ્ર મામલો ઉદ્ધવ ઠાકરેના ખાનગી આવાસ ‘માતોશ્રી’ની બહાર હનુમાન ચાલીસાના પાઠ સાથે જાડાયેલો છે. અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાએ માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી હતી. આ પછી ખાર પોલીસે તેની ધરપકડ કરી હતી.
આ પછી કિરીટ સોમૈયા રાણા દંપતીને મળવા ખાર પોલીસ સ્ટેશન પહોંચ્યા, જ્યાં કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો અને તેને ઈજા થઈ. સોમૈયાએ આરોપ લગાવ્યો હતો કે તેમના પર આ હુમલો શિવસેના દ્વારા કરવામાં આવ્યો છે.