ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના નેતા રામ કદમે મુંબઈ ઘાટકોપર પોલિસ સ્ટેશનમાં કોંગ્રેસ નેતા સલમાન ખુરશીદના વર્તમાન પુસ્તક ‘સનરાઈઝ ઓવર અયોધ્યા’ અને રાશિદ અલ્વીના રામ ભક્તોની ટિપ્પણીને લઈને પોલિસમાં ફરિયાદ નોંધાવી છે. ભાજપ નેતા રામ કદમે તેમની ફરિયાદ પર એફઆઈઆર નોધવા અને કોંગ્રેસ નેતાઓની ધરપકડની માંગ કરી છે. રામ કદમે કહ્યુ, ‘જ્યાં સુધી એ બંને(સલમાન ખુરીદ, રાશિદ અલ્વી) સામે એફઆઈઆર નોંધવામાં ન આવે અને તેમની ધરપકડ કરવામાં ન આવે ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે.’ તેમણે કહ્યુ, ‘જા ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકાર આ બંને સામે કેસ નહિ નોંધે તો અમે અદાલતનો દરવાજા ખખડાવીશુ.
આ પહેલા ભાજપ આઈટી સેલના પ્રભારી અમિત માલવીયએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટીકા કરીને કહ્યુ કે તેમણે સાબિત કરી દીધુ છે કે કોંગ્રેસ પાર્ટી દેશમાં નવી મુસ્લિમ લીગ છે. અમિત માલવીયએ કહ્યુ, ‘રાહુલ ગાંધીએ હિંદુઓ, હિંદુ ધર્મ અને હિંદુત્વની વિચારધારાનુ અપમાન કર્યુ છે, જા તેમણે હિંદુત્વને હિંસા પર આધારિત વિચારધારા કહી છે.હિંદુઓનુ અપમાન સુનિયોજિત રીતે કરવામાં આવી રહ્યુ છે’
સલમાન ખુરશીદ, રાશિદ અલ્વીની ધરપકડની માંગ બુધવારે(૧૦ નવેમ્બર) કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુરીદ પોતાના લેટેસ્ટ પુસ્તક ‘સનરાઈઝ ઓવર અયોધ્યાઃ નેશનહુડ ઈન અવર ટાઈમ્સ’માં હિંદુત્વને બદનામ કરવા અને આતંકવાદ સાથે તુલના કરવા માટે વિવાદોમાં ફસાઈ ગયા છે અયોધ્યા ચુકાદા પર સલમાન ખુરશીદનુ નવુ પુસ્તક ગયા સપ્તાહે જાહેર કરવામાં આવ્યુ હતુ. તેણે અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા પર ફરીથી વિવાદ ઉભો કરી દીધો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુરશીદે હિંદુત્વની તુલના આઈએસઆઈએસ અને બોકો હરામ જેવા કટ્ટરપંઝી આતંકવાદી સમૂહો સાથે કરી છે આ ઘટનાક્રમ એવા સમયમાં આવ્યો છે જ્યારે દેશના સાત રાજ્યો ગોવા, મણિપુર, પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદે અને ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે.